VADODARA : ગુજરાત રિફાઇનરીમાં ભારેભરખમ ગર્ડર ધડાકાભેર પડ્યું
VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલી ગુજરાત રિફાઇનરી (IOCL - VADODARA) માં આગની દુર્ઘટનાના મૂળ સુધી પહોંચી શકાયું નથી. તેવામાં હવે વધુ એક દુર્ધટના સામે આવી છે. જેને પગલે વિસ્તારના લોકોમાં ભય પ્રસર્યો છે. પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, રિફાઇનરીમાં ભારેભરખમ ગર્ડર જમીન પર પડતા મોટા ધડાકા જેવો અવાજ થયો હતો. જેને લઇને સ્થાનિકોમાં ફફડાટની લાગણી વ્પાયી જવા પામી છે. આ ઘટનામાં કોઇ ઇજા કે જાનહાની થઇ ન હોવાનું હાલ તબક્કે સપાટી પર આવી રહ્યું છે. ગુજરાત રિફાઇનરી તથા આસપાસમાં રહેતા લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તંત્રએ કમર કસવી પડશે તેવો ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે.
હજી સુધી તેના મૂળ સુધી પહોંચી શકાયું નથી
તાજેતરમાં વડોદરાના કોયલીમાં આવેલી ગુજરાત રિફાઇનરીમાં પ્રચંબ બ્લાસ્ટ સાથે આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં અંદાજીત 12 કલાક જેટલો સમય ફાયર ફાયટરોએ જહેમત કરીને આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટના બાદ વિવિધ સ્તરે તપાસ શરૂ કરવામાં આવી હતી પરંતુ હજી સુધી તેના મૂળ સુધી પહોંચી શકાયું નથી. ત્યારે હવે ગુજરાત રિફાઇનરીમાં વધુ એક ઘટના સામે આવી છે.
30 ફૂટ ઉંચેથી તુટીને પડવાના કારણે મોટો અવાજ આવ્યો
ઘટના અંગે પ્રાપ્ત ટુંક વિગત અનુસાર, આજે બપોરના સમયે ગુજરાત રિફાઇનરીના નવા બનતા પ્લાન્ટમાં ભારે ભરખમ લોખંડની ગર્ડર ધડાકાભેર તુટી પડી હતી. આશરે 30 ફૂટ ઉંચેથી તુટીને પડવાના કારણે મોટો અવાજ આવ્યો હતો. જેને પગલે લોકોમાં દહેશતનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટનાને પગલે લોકોને જુની દુર્ઘટનાની યાદો તાજી થવા પામી હતી.
આ પણ વાંચો -- VADODARA : સમામાં BZ ગ્રૂપની ઓફીસને તાળા, મોટી સંખ્યામાં લોકો છેતરાયાની આશંકા


