Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : બસની બહાર ડોકિયું કરતા મોઢું ચગદાયું, ડિવાઇડર કુદીને ટ્રેલર ભટકાતા એકનું મોત

VADODARA : અબ્દુલહસન અહેમદ અન્સારી (ઉં. 65) નું મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નિપજ્યું તથા અન્ય 10 ને નાની-મોટી ઇજાઓ પહોંચી
vadodara   બસની બહાર ડોકિયું કરતા મોઢું ચગદાયું  ડિવાઇડર કુદીને ટ્રેલર ભટકાતા એકનું મોત
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) પાસેના જરોદમાં એસટી બસ (ST BUS) ની બહાર મુસાફરે ડોકીયું કાઢ્યું હતું. તે દરમિયાન અચાનક ડિવાઇડર કુદીને આવેલું ટ્રેલર ધડાકાભેર ઘૂસી જતા મુસાફરનું આખું મોઢું ચગદાઇ ગયું હતું. અને તેમનું મૃત્યું થયું હતું. આ ઘટનામાં મુસાફરના અવશેષોને એકત્ર કરવા પડે તેવી સ્થિતી હતી. આ મામલે જરોદ પોલીસ મથક (JAROD POLICE STATION) માં ફરિયાદ નોંધાવવા પામી છે. હાલ ટ્રેલરનો ચાલક ફરાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

અકસ્માત ટાણે બસમાં 60 મુસાફરો બેઠા હતા

વડોદરાના જરોદ પોલીસ મથકમાં સુરજભાઇ પારસિંગભાઇ ભૂરિયાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ સુરત ડેપોમાં જીએસઆરટીસી બસના ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. 30, નવે. ના રોજ તેઓ મુસાફરો ભરીને પરત દાહોદથી સુરતના અડાજણ જવા માટે નિકળ્યા હતા. દરમિયાન હાલોલ-જરોદ પાસે હોટલ વે-વેઇટ પાસેથી બસ પસાર થઇ રહી હતી. દરમિયાન ચાલકે કાબુ ગુમાવતા ટ્રેલર ડિવાઇડર કુદીને ભટકાયું હતું. આ અકસ્માત ટાણે બસમાં 60 મુસાફરો બેઠા હતા. જેમાં અબ્દુલહસન અહેમદ અન્સારી (ઉં. 65) નું મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નિપજ્યું હતું. તથા અન્ય 10 જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી.

Advertisement

માથાના ભાગના ફુરચા ઉડી ગયા

આખરે ઉપરોક્ત મામલે ટ્રેલર ચાલક સામે જરોદ પોલીસ મથકમાં વાહન નંબરના આધારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રત્યદર્શીએ જણાવ્યું કે, મૃતક બારીની બહાર ડોકીયું કરવા ગયા હતા. તેવામાં ટ્રેલર જોરદાર રીતે ભટકાતા તેમના માથાના ભાગના ફુરચા ઉડી ગયા હતા. અને તેમનું મોત નિપજ્યું હતું. આ ઘટનામાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં મોટા ભાગના મુસાફરોને સારવાર આપીને રજા આપી દેવામાં આવી હોવાનું હાલ તબક્કે જાણવા મળી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : મુખ્યમંત્રીએ વડોદરાના મનની વાત જાણી, બે મોટી જાહેરાત કરી દિલ જીત્યા

Tags :
Advertisement

.

×