VADODARA : વડોદરા શહેર ભાજપ પ્રમુખનો તાજ ડો. જયપ્રકાશ સોનીના શિરે
VADODARA : આજરોજ વડોદરા શહેર ભાજપ પ્રમુખ તરીકે ડો. જયપ્રકાશ સોનીના નામની જાહેરાત કરવામાં આવી છે (NEW VADODARA CITY BJP PRESIDENT IS JAYPRAKASH SONI). ભાજપના ક્લસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની હાજરીમાં જાહેરાત કરવામાં આવી છે. નામની જાહેરાત પહેલા સંકલનની બેઠક પણ મળી હતી. આજે ધારાસભ્યો, કોર્પોરેટર તથા વોર્ડ પ્રમુખ મળીને 100 જેટલા આમંત્રિત લોકોની વચ્ચે શહેર ભાજપ પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી છે. આગામી સમયમાં યોજાનાર પાલિકા અને વિધાનસભાની ચૂંટણીઓ તેમના નેતૃત્વમાં યોજાશે. તાજેતરમાં વડોદરા શહેર ભાજપના નવા કોર્પોરેટ સ્ટાઇલ નવા કાર્યાલય નમો કમલમનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. જેમાંથી તેઓ શહેર ભાજપનો કાર્યભાર સંભાળશે. નવા પ્રમુખ તરીકે (નામ) ની જાહેર થતાની સાથે જ કાર્યકર્તાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધીઓ દ્વારા તેમને આવકાર આપવામાં આવ્યો છે અને કારેલીબાગ સ્થિત કાર્યાલય પર ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ( JAYPRAKASH SONI APPOINTED AS VADODARA CITY BJP PRESIDENT)
દેશભરમાં પ્રશંસા થઇ હતી
વિતેલા ચાર વર્ષ સુધી ડો. વિજય શાહ દ્વારા શહેર ભાજપ પ્રમુખ તરીકેની ફરજ નિભાવવામાં આવી હતી. તેમના નેતૃત્વમાં ગત પાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. અને ઐતિહાસીક બેઠકો પર જીત મેળવી હતી. તે બાદ વિધાનસભાની પાંચેય બેઠકો પર જંગી બહુમતિથી ભાજપના ધારાસભ્યો ચૂંટાઇને આવ્યા હતા. અને લોકસભાની ચૂંટણીમાં 5.50 લાખથી વધુ મતોથી ઉમેદવારે ભવ્ય જીત મેળવી હતી. જેની દેશભરમાં પ્રશંસા થઇ હતી.
59 દિવસના સસ્પેન્સનો અંત
જાન્યુઆરી - 2025માં શરૂઆતના સપ્તાહમાં શહેર ભાજપના પ્રમુખ પદ માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં 44 ઉમેદવારોએ ભાગ લીધો હતો. ત્યારથી લઇને 59 માં દિવસે આજે પ્રમુખ પદનું નામ જાહેર થયું છે. આ વચ્ચે અનેક વખત નામ જાહેર થવાની વાતોએ જોર પકડ્યું હતું. આ તમામ વાતોનો આજે અંત આવ્યો છે. કોના નામની જાહેરાત થશે, તેને લઇને છેલ્લી ઘડી સુધી રહસ્ય અકબંધ રહ્યું હતું.
આ પણ વાંચો --- Amreli જિલ્લા ભાજપ પ્રમુખને લઇ મોટા સમાચાર સામે આવ્યા


