Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : બાલશક્તિમાંથી બનેલી ઇડલી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ

VADODARA : જયશ્રીબેનને એવોર્ડ મળ્યો તેની ખુશી તેમના સીડીપીઓને વધુ થઇ આવી હતી. સીડીપીઓ ફાલ્ગુનીબેન પંડ્યા ઇનામ મળવાથી ભાવુક થયા
vadodara   બાલશક્તિમાંથી બનેલી ઇડલી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ
Advertisement

VADODARA : વડોદરા જિલ્લા પંચાયતની સંકલિત બાળ વિકાસ યોજના વિભાગ દ્વારા પોષણ ઉત્સવ અંતર્ગત યોજાયેલી પૌષ્ટિક વાનગી સ્પર્ધામાં કરજણની ઇડલીને પ્રથમ સ્થાન મળ્યું છે. રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્રો મારફત વિનામૂલ્યે અપાતા ટેક હોમ રાશનમાંથી બનાવવામાં આવેલી આ ઇડલીએ નિર્ણાયકોના જીભે વળગી ગઇ હતી. ઇડલી એવી સ્વાદિષ્ટ બની હતી કે, તે ચાખવાથી દક્ષિણ ભારતની સોડમ પણ ભૂલી જવાય ! (JILLA PANCHAYAT NUTRITIOUS RECIPES COMPETITION - VADODARA)

Advertisement

કોરા ખાવાની પણ મજા આવે

તમે બહુધા જે કંપની ચોકલેટ, દૂધ કે શ્રીખંડ આરોગો છો એ અમૂલ કે બનાસ ડેરી દ્વારા બનાવવામાં આવતા ટેક હોમ રાશન (ટીએચઆર) એટલે કે પૂર્ણાશક્તિ, માતૃશક્તિ અને બાલશક્તિના પેકેટ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી મારફત ધાત્રી, સગર્ભા મહિલા, કિશોરી અને બાળકોના પોષણયુક્ત આહાર માટે આપવામાં આવે છે. આ પેકેટ એટલા સ્વાદિષ્ટ હોય છે કે તેને કોરા ખાવાની પણ મજા આવે છે. ટેક હોમ રાશનના ઉપયોગથી કેવા પ્રકારની વાનગી બની શકે છે, એનું નિદર્શન કરવા માટે સમયાંતરે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે.

Advertisement

ફાલ્ગુનીબેન પંડ્યા આ ઇનામ મળવાથી ભાવુક થઇ ગયા

ઉક્ત ઉપક્રમમાં પોષણ ઉત્સવ અંતર્ગત યોજાયેલી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં કરજણના સજ્જનપાર્ક આંગણવાડી કેન્દ્રના સંચાલિકા જયશ્રીબેન પરમારે બનાવેલી બાલશક્તિની ઇડલી પ્રથમ સ્થાને વિજેતા બની હતી. ટીએચઆરમાંથી ઇડલી બની હોય એટલે એની ન્યુટ્રીશન વેલ્યુ પણ સારી હોય ! આ કિસ્સામાં ભાવસભર વાત એ પણ હતી કે, જયશ્રીબેનને એવોર્ડ મળ્યો તેની ખુશી તેમના સીડીપીઓને વધુ થઇ આવી હતી. સીડીપીઓ ફાલ્ગુનીબેન પંડ્યા આ ઇનામ મળવાથી ભાવુક થઇ ગયા હતા.

એક લાડું પેટમાં જાય એટલે બીજો ખાવો પડે !

એ જ પ્રકારે રણોલી કેન્દ્રના પનીસાબેન સોનીએ ટીએચઆરનો ઉપયોગ કરી બિટના લાડું બનાવ્યા. બહુ ઓછી મહેનતે બનેલા આ બિટના લાડું એટલા સ્વાદિષ્ટ હતા કે, એક લાડું પેટમાં જાય એટલે બીજો ખાવો પડે ! તેને બીજું સ્થાન મળ્યું. આ ઉપરાંત વાઘોડિયાના ગુણવંતીબેન ભીલે બનાવેલા ટીએચઆર મુઠિયા વાનગીને ત્રીજું સ્થાન મળ્યું હતું.

મિલેટ્સના પિત્ઝાને બીજુ અને જુવારના હાંડવાને ત્રીજું સ્થાન મળ્યું

દૈનિક આહારમાં પોષણયુક્ત શ્રીઅન્નનું પ્રમાણ વધે એવા હેતુંથી બાજરો, જુવાર, રાગી, સામો જેવા અન્નની વાનગી સ્પર્ધા પણ આ સાથે યોજાઇ હતી. જેમાં ડભોઇના બીનલબેન પટેલ દ્વારા સામો અને રાજગરામાંથી બનાવેલા ઘૂઘરાને પ્રથમ, પાદરાના શ્વેતાબેન પટેલના મિલેટ્સના પિત્ઝાને બીજુ અને કરજણના કિંજલબેન વાણંદે બનાવેલા જુવારના હાંડવાને ત્રીજું સ્થાન મળ્યું હતું.

વિવિધ પ્રકારના વ્યંજનો નિદર્શિત કરવામાં આવ્યા

પૌષ્ટિક વાનગી સ્પર્ધામાં ૬૬ કેન્દ્રોની બહેનોએ ભાગ લીધો હતો. જેમાં કેક, રાશીના બોલ, મીઠા ઘુઘરા, ત્રિરંગી ઢોકળા, વેજ ટિક્કી, રાગી કટલેસ, મિલેટ સલાડ, રાગીના લાડુ અને ચિપ્સ, પાલક ઇડલી, મિક્સ ધાન્ય ખીચડી, કોદરાનો પૂલાવ, વેજીટેબલ ખીચડી, સરગવા સૂપ, બાલશક્તિ ભાજીકોન સહિતના વિવિધ પ્રકારના વ્યંજનો નિદર્શિત કરવામાં આવ્યા હતા.

પુરસ્કાર, પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું

અન્યના બાળકોને પોતીકા ગણી લાલનપાલન કરવા બદલ જેમને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ માતા યશોદાનું બિરૂદ આપ્યું છે, એવા આંગણવાડી સંચાલિકા અને તેડાગર બહેનોનું રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કક્ષાના માતા યશોદા એવોર્ડ ઉપાસનાબેન પટેલઇ, સૂકીબેન વસાવા, ઉષાબેન વસાવાને એનાયત કરવામાં આવ્યા હતા. સાથે, તાલુકા કક્ષાના એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચો --- VADODARA : પંચસ્તરીય શૈલીની ખેતી થકી ખેડૂતે ખોલ્યા સમૃદ્ધિના દ્વાર

Tags :
Advertisement

.

×