VADODARA : કુખ્યાત કલ્પેશ કાછિયાનો વરઘોડો નીકળ્યો, ઘરે સર્ચ કરાયું
VADODARA : વડોદરા (VADODARA) ના કુખ્યાત કલ્પેશ કાછિયા (KALPESH KACHIYA - VADODARA) ની દમણથી ધરપકડ કરીને વડોદરા પોલીસની પીસીબીની બ્રાન્ચ લઇને આવી હતી. ત્યાર બાદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે કલ્પેશ કાછિયાની બરાબર સર્વિસ કરવામાં આવતા તેને ચાલવાના ય ફાંફાં હતા. જે બાદ તેના રહેણાંક વિસ્તારને ભયમુક્ત બનાવવા માટે રાત્રે તેનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ત્યારે પણ તે બે પોલીસ જવાનોના ખભે હાથ મુકીને માંડ ચાલી શકતો હતો. બાદમાં તેના નિવાસ સ્થાને સર્ચ કરવામાં આવ્યું હતું.
ક્રાઇમ બ્રાન્ચની કચેરીમાં કલ્પેશની બરાબરની સરભરા કરાઇ
વડોદરાના ખંડેરાવ માર્કેટમાં ફ્રુટનો ધંધો કરનાર વેપારીએ વ્યાજખોરના ત્રાસથી જીવન ટુંકાવવાનો પ્રયાસ કરતા મામલે નવાપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. જે બાદ પોલીસે આરોપીની પુછપરછ કરતા કલ્પેશ કાછિયાનું નામ ખુલ્યું હતું. 15 દિવસ બાદ કલ્પેશ કાછિયાની દમણથી ધકપકડ કરી લેવામાં આવી છે. અને ગતરોજ તેને વડોદરા લાવીને વધુ પુછપરછ કરવામાં આવી છે. અહિંયા ક્રાઇમ બ્રાન્ચની કચેરીમાં કલ્પેશની બરાબરની સરભરા કર્યા બાદ તેને મીડિયા સમક્ષ બતાવવામાં આવ્યો હતો. અને ત્યાર બાદ તેનો વરઘોડો કાઢીને તેના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
વડોદરામાં કાયદાનું સાશન છે
એસીપી રાઠવાએ જણાવ્યું કે, કલ્પેશ કાછિયાના ઘરે શું મળી આવે છે તે માટે તેના ઘરે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે. તેની સામે મની લોન્ડરીંગનો કેસ નોંધાયો છે. વડોદરા પોલીસ દ્વારા લોકોને ખાતરી આપવામાં આવે છે. વડોદરામાં કાયદાનું સાશન છે. કોઇએ પણ ડરવાની જરૂર નથી. શહેર પોલીસ કાયદા મુજબ કામ કરે છે. ઘરે સર્ચ ઓપરેશન કરવા માટે કલ્પેશ કાછિયાને અહિંયા લાવવામાં આવ્યો છે.
વ્યાજખોરી મામલે આ સિવાય કોઇ અરજી મળી નથી
વધુમાં જણાવ્યું કે, રસ્તામાં ગાડી ખોટકાઇ જવાના કારણે તેને ચાલતો લાવવામાં આવ્યો છે. તે પૈસ ક્યાંથી લાવે છે, તેણે કોઇનું કંઇ લખાવી લીધું હોય તેવું ઘણુ મળી શકે તેમ છે. રિમાન્ડ પહેલા સર્ચની કામગીરી કરવામાં આવી છે. અગાઉ પણ તેના ઘરે સર્ચ કર્યું હતું. તેના રૂમની કમ્પ્યુટરાઇઝ્ટ કી હોવાથી તેનુ સર્ચ કરવામાં આવ્યું છે. આરોરી કેમ નાસતો હતો, ક્યાં છુપાયો હતો, કોણે તેને આશરો આપ્યો તે મામલે તપાસ કરવામાં આવશે. વ્યાજખોરી મામલે આ સિવાય કોઇ અરજી મળી નથી. પોલીસની અપીલ છે કે, પોલીસ લોકોની સાથે છે. હવે તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો -- VADODARA : રૂ. 10 ની મોરની છાપવાળી નોટથી કરામત કરવાનું કહી લાખો સેરવ્યા


