Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ફાર્મા લેબની ગુપ્ત માહિતી લીક નહીં કરવા રૂ. 2 કરોડની ખંડણી મંગાઇ

VADODARA : દવામાં USA ના ધારાધોરણ કરતા સોડીયમ વધારે હોવાથી દવા ઉતરતી ગુણવત્તાની હોવાથી તથા અન્ય દવાઓની ગુણવત્તાની વિગતો લખી
vadodara   ફાર્મા લેબની ગુપ્ત માહિતી લીક નહીં કરવા રૂ  2 કરોડની ખંડણી મંગાઇ
Advertisement

VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) ના કરજણમાં આવેલી ફાર્મા લેબ કંપનીના મેનેજરને વોટ્સએપ પર ફોન કરીને ધમકી આપવામાં આવી હતી. ધમકી આપનાર પાસે કંપનીની ગુપ્ત માહિતી હોવાનું અને તેને લીક નહીં કરવાની અવેજમાં તેણે રૂ. 2 કરોડની માંગણી કરી હતી. આખરે મોબાઇલ નંબર ધારક સામે કરજણ પોલીસ મથક (KARJAN POLICE STATION) માં ફરિયાદ નોંધાવવા પામી છે. ત્યાર બાદ પોલીસે આરોપીને દબોચી લેવા માટેના ચક્રોગતિમાન કર્યા છે.

નહીં માનોગે તો મેં USFDA કે સામને યે બાત ડિસ્ક્લોઝ કર દુંગા

કરજણ પોલીસ મથકમાં શૈલેન્દ્ર મોહન શર્માએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ કરજણ નારેશ્વર પાસે આવેલી બ્રુક્સ સ્યીરસાયન્સ લેબોરેટરી કંપનીમાં એચઆર છે. 8, નવેમ્બરના રોજ તેઓ કંપનીમાં હાજર હતા. દરમિયાન તેમને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાં સામેવાળી વ્યક્તિએ જણાવ્યું કે, આપકી કંપનીને માર્કેટ મેં ઇન્કમ્પ્લીટ ડ્રગ્સ ભેગ દીયા હૈ, મુજે ઇસકે બારે મેં પતા હૈ, ઇસસે માનવજીવન કો ખતરા હૈ, મૈંને આપકે સિનિયર ઓફિસર કો બતાયા થા. ઉન્હોે મેરી ડિમાન્ટ નહીં માની હૈ, ઔર મૈંને અભી તક યે બાત માર્કેટમાં ડિસ્કલોઝ નહીં કી હૈ, ક્યું કી ઇસમે આપકી કંપની કે એમ્પ્લોઇઝ કો નુકશાન હોગા. અગર આપ નહીં માનોગે તો મેં USFDA કે સામને યે બાત ડિસ્ક્લોઝ કર દુંગા. મૈં આપકે સાથ ડીલ કરના ચાહતા થા.

Advertisement

મૈને આપકો સબ ડિટેઇલ્સ વોટ્સએપ પર ભેજ દીયા હૈ

બાદમાં ફરિયાદીએ કહ્યું કે, ડીલ મતલબ ક્યા ? જેથી તેણે જવાબ આપ્યો કે, ડીલ મતલબ કિંમત. મૈંને આપકે સિનિયર ઓફિસરો કો બતાયા ઔર ઉન્હોને મેરી ડિમાન્ડ નહીં માની હૈ. યે બાત આપ તક પહોંચી હોગી. મૈંને ઉન લોગોં કો ડીલ કે લિયે બોલા થા નગર ઉન્હોને કોઇ જવાબ નહીં દિયા હૈ. ઇસલિયે મૈંને આપકો ફોન કિયા હૈ. ત્યાર બાદ તેણે ફરિયાદીને કંપનીની વાતો જાહેર કરી દેશે તેમ જણાવ્યું હતું. ત્યાર બાદ તેણે ફરિયાદીના વોટ્સએપ પર વિગતો મોકલી હતી. બાદમાં ફરી ફોન કર્યો અને જણાવ્યું કે, મૈને આપકો સબ ડિટેઇલ્સ વોટ્સએપ પર ભેજ દીયા હૈ.

Advertisement

વોટ્સએપ મેસેજથી કંપનીની માહિતી લીક કરી દેવાની ધમકી દહોરાવી

બાદમાં ફરિયાદીએ વોટ્સએપ ચેક કરતા તેમાં દવા અને તેના બેચ નંબર લખ્યા હતા. આ દવામાં USA ના ધારાધોરણ કરતા સોડીયમ વધારે હોવાથી દવા ઉતરતી ગુણવત્તાની હોવાથી તથા અન્ય દવાઓ પણ હલ્કી ગુણવત્તાની હોવાની વિગતો લખી હતી. બાદમાં ચેટીંગ દરમિયાન કંપનીના સિક્રેટ ખુલ્લા કરી દેવાની ધમકી આપતા રૂ. 2 કરોડની ખંડણી માંગવામાં આવી હતી. બીજા દિવસે પણ તેણે વોટ્સએપ મેસેજથી કંપનીની માહિતી લીક કરી દેવાની ધમકી દહોરાવી હતી. જે બાદ મામલે કંપનીના ચીફ ટેક્નિકલ ઓફિસર સુધી પહોંચ્યો હતો. અને ત્યાર બાદ મોબાઇલ નંબરના આધારે અજાણ્યા શખ્સ સામે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે. જે બાદ પોલીસે આરોપીને શોધી કાઢવા માટેના ચક્રોગતિમાન કર્યા છે. હવે આરોપીની કેટલા સમયમાં ધરપકડ કરવામાં આવે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો -- VADODARA : બેંક કર્મી બનીને પોલીસ MP પહોંચી, ગેંગ રેપનો આરોપી 9 વર્ષે પકડાયો

Tags :
Advertisement

.

×