VADODARA : કંપનીના સ્ટાફ ક્વાટર્સમાં દારૂની મહેફીલની જાણ સંચાલકને કર્યા બાદ બબાલ
VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) અંતર્ગત આવતા કરજણ (KARJAN) ની સીમમાં આવેલી કંપના કર્મચારી સ્ટાફ ક્વાટર્સમાં અવાર-નવાર દારૂની મહેફીલ માણતા હતા. આ વાતની જાણ કંપનીના કર્મીએ સંચાલકને કર્યાની રીસ રાખીને તાજેતરમાં તેના પર હુમલો કરવાની ઘટના સામે આવી હતી. જેમાં ભોગ બનનારને બંને પગે ફ્રેક્ટર થતા કંપનીના જ ત્રણ કર્મચારીઓ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
સુપરવાઇઝર અને પ્રોડક્શન મેનેજર સ્ટાફ ક્વાટરમાં દારૂ પીતા
કરજણ પોલીસ મથકમાં સમીરશા ગુલામશા દિવાન એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ માંગલેજ ગામની સીમમાં આવેલી મરક્યુરી ઇવી ટેક કંપનીમાં સિવિલ એન્જિનીયર તરીકે કામ કરે છે. કંપનીનો સુપરવાઇઝર અને પ્રોડક્શન મેનેજર અવાર નવાર સ્ટાફ ક્વાટરમાં દારૂ પીતા હોવાથી તેમણે કંપનીના માલિકને તે અંગેની જાણ તાજેતરમાં કરી હતી. દરમિયાન તેઓ ગતરોજ કંપનીમાં પહોંચ્યા હતા. અને કામ ચાલતું હોવાથી તેઓ સલાહ-સુચન આપતા હતા. તેવામાં હાઉસ કીપીંગ સુપરવાઇઝર ધીરજસિંગ અને તેનો સાથી સંદિપ એ તેમને બુમ પાડીને બોલાવ્યા હતા.
આજે તને પતાવી દઇશું. તેમ કહી ઇંટ મારી
પરંતુ તેઓ કામમાં હોવાથી તેઓ છોડી વાર બાદ ગયા હતા. દરમિયાન બંને ફરિયાદીની પાછળ આવ્યા અને કહ્યું કે, તુ બહું અમારી વચ્ચે પડે છે, તેમ કહીને ગાળો ભાંડી હતી. અને સળિયા વડે માર માર્યો હતો. બાદમાં ફરિયાદી ભાગવા જતા સિક્યોરીટી જવાને ઉભા રાખીને પુછ્યું હતું. ત્યાર બાદ બંનેએ ત્યાં આવીને પણ લોખંડના સળિયા વડે માર મારવાનું જારી રાખ્યું હતું. બાદમાં તેઓ કહેવા લાગ્યા કે, આજે તને પતાવી દઇશું. તેમ કહી ઇંટ મારી દીધી હતી. દરમિયાન કંપનીના માણસોએ આવીને તેમના બચાવ્યા હતા.
બંને પગે ફ્રેક્ચર થયું
અને ઇજાગ્રસ્ત ફરિયાદીને તુરંત સારવાર અર્થે રીક્ષામાં હો્પિટલ લઇ જવામાં આવ્યા હતા. કરજણ સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ એસએસજી હોસ્પિટલ અને પછી ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. દરમિયાન ફરિયાદીને બંને પગે ફ્રેક્ચર થયું હોવાનું નિદાન થતા તેની સારવાર શરૂ કરવામાં આવી હતી.
ત્રણ સામે ફરિયાદ
આખરે ઉપરોક્ત મામલે ધીરજસિંગ (રહે. મરક્યૂરી કંપની સ્ટાફ ક્વાટર્સ, માંગલેજ કરજણ) અને સંદિપ (રહે. મરક્યૂરી કંપની સ્ટાફ ક્વાટર્સ, માંગલેજ કરજણ) તથા સરદારજી સામે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે.
આ પણ વાંચો -- Banaskantha: બનાસ નદીમાં છેલ્લા કેટલાક સમયથી ભૂમાફિયાઓ બન્યા બેફામ, ખનીજ વિભાગની કાર્યવાહી


