Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : લકુલીશ ધામની આસપાસ હવા પ્રદુષણનો ભારે ફેલાવો

VADODARA : પ્રિતમુનિ ગુરૂરાજર્ષિમુની દ્વારા આ મામલાનો કાયમી નીકાલ કરવા માટે પોલીસ દ્વારા પ્રદુષણ બોર્ડના જાણ કરવા માટેની ફરિયાદ આપી છે
vadodara   લકુલીશ ધામની આસપાસ હવા પ્રદુષણનો ભારે ફેલાવો
Advertisement

VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવતા કાયાવરોહણ ગામની સીમમાં જાણાતું લકુલીશ ધામ (LAKULISH DHAM, KAYAVAROHAN FACE AIR POLLUTION - VADODARA RURAL) આવેલું છે. અહિંયા સાધુ-સંતો તથા યોગસાધકો મોટી સંખ્યામાં હોય છે. આ લકુલીશ ધામની આસપાસ વિવિધ કંપનીઓ આવેલી છે. છેલ્લા કેટલાય દિવસથી આસપાસમાં દુર્ગંઘ આવવી, આંખોમાં બળતરા થવી જેવી ફરિયાદીઓ આશ્રમમાં રહેતા લોકોમાં ઉઠતા પોલીસ દ્વારા પ્રદુષણ બોર્ડમાં આ અંગેની જાણ કરવાની માંગ કરવામાં આવી છે (LAKULISH DHAM SAINT WRITE TO POLICE ASK FOR PERMANENT SOLUTION OF AIR POLLUTION - VADODARA RURAL) . અને આ મામલાનો કાયમી નિકાલ લાવવાની રજુઆત કરવામાં આવી છે. જે બાદ આ મામલે ડભોઇ પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. અને આ મામલાની તપાસ ડભોઇ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલને સોંપવામાં આવી છે.

ઘટનાના મુળ સુધી પહોંચવામાં મોટા ભાગના કિસ્સાઓમાં નિષ્ફળ

વડોદરા શહેર અને ગ્રામ્યમાં વિવિધ ઔદ્યોગિક એકમો આવેલા છે. આ એકમો દ્વારા ફેલાતા પ્રદુષણના અનેક કિસ્સાઓ સપાટી પર આવતા રહે છે. પરંતુ પ્રદુષણ કંટ્રોલ બોર્ડ ઘટનાના મુળ સુધી પહોંચવામાં મોટા ભાગના કિસ્સાઓમાં નિષ્ફળ રહે છે. જેથી આ પ્રદુષણ ખોરોને ફાવતું મળતું હોવાની પ્રબળ લોકચર્ચા છે. તાજેતરમાં વડોદરા ગ્રામ્યમાં આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. વડોદરા ગ્રામ્યમાં કાયાવરોહણ ગામની સિમમાં જાણીતું લકુલીશ ધામ આશ્રમ આવેલું છે. અહિંયા સાધુ-સંતો તથા યોગસાધકો મોટી સંખ્યામાં જોવા મળે છે.

Advertisement

આંખોમાં બળતરા થવી, માથા અને ગળામાં દુખાવો થવાની ફરિયાદ

કાયાવરોહણ ગામ અને મેનપુરા ગામની સીમમાં વિવિધ પ્રકારની કંપનીઓ આવેલી છે. તાજેતરમાં વિસ્તાની હવામાં દુર્ગંધ આવતી હોવાની સાથે જ લકુલીશ આશ્રમમાં રહેતા તમામને આંખોમાં બળતરા થવી, માથા અને ગળામાં દુખાવો થવાની ફરિયાદ ઉઠવા પામી હતી. જેને પગલે પ્રિતમુનિ ગુરૂરાજર્ષિમુની દ્વારા આ મામલાનો કાયમી નીકાલ કરવા માટે પોલીસ દ્વારા પ્રદુષણ બોર્ડના જાણ કરવા માટેની ફરિયાદ આપી છે. જે ડભોઇ પોલીસ મથકમાં જાણવાજોગ બનાવ તરીકે નોંધ કરવામાં આવી છે. જે બાદ ડભોઇ પોલીસ મથકના શૈલેષભાઇ ગોકળભઆઇને તપાસ સોંપવામાં આવી છે. તપાસના અંતે શું સમાધાન નીકળે છે, તેના પર સૌ કોઇની નજર રહેશે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : WPL ની ટીમોનું વડોદરામાં આગમન

Tags :
Advertisement

.

×