Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પતંગની દોરી વડે ડિલીવરી બોયનું ગળું ચિરાતા મોત

VADODARA : ડિલીવરી આપવા જતા સોમા તળાવ પાસે પતંગનો દોરો તેના ગળામાં ઘસાતા ઉંડો ઘા પડ્યો અને લોહી નિકળવાનું શરૂ થઇ ગયું હતું.
vadodara   પતંગની દોરી વડે ડિલીવરી બોયનું ગળું ચિરાતા મોત
Advertisement

VADODARA : ઉત્તરાયણ (UTTARAYAN - 2025) પર્વને હજી એક માસ જેટલો સમય બાકી છે. ત્યારે હવે પતંગના દોરા વડે જીવલેણ અકસ્માતની ઘટનાઓ સપાટી પર આવવાનું શરૂ થઇ ગયું છે. ગતસાંજે વડોદરા (VADODARA) માં ફૂડ ડિલીવરી એપમાં કામ કરતા યુવકનું (FOOD APP DELIVERY BOY HURT BY KITE THREAD) ગળું પતંગના દોરાથી ચિરાઇ જતા ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો. યુવતને સારવાર મળે તે પહેલા જ તેનું મૃત્યું થયું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર, પતંગની દોરી ચાઇનીઝ હતી કે કેમ, તેની તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.

પિત્ઝાની ડિલીવરી લઇને ગ્રાહકના ઘરે આપવા નિકળ્યો હતો

સંસ્કારી નગરીમાં તહેવાનોની ઉજવણી અલગ અંદાજથી રંગે-ચંગે કરવામાં આવે છે. ઉત્તરાયણ પર્વને હજી એક મહિનો બાકી છે ત્યારે શહેરના આકાશમાં પતંગો ચગતી જોવા મળી રહી છે. તો બીજી તરફ પતંગના દોરોના કારણે અકસ્માતની ઘટનાઓ પણ સામે આવી રહી છે. હરિનાથ રાઠવા નામને 27 વર્ષિય યુવક ફૂડ ડિલીવરી એપની કંપનીમાં કામ કરે છે. ગતસાંજે તે પિત્ઝાની ડિલીવરી લઇને ગ્રાહકના ઘરે આપવા નિકળ્યો હતો. દરમિયાન સોમા તળાવ પાસે પતંગનો દોરો તેના ગળામાં ઘસાતા ઉંડો ઘા પડ્યો હતો. અને લોહી નિકળવાનું શરૂ થઇ ગયું હતું.

Advertisement

દોરો ચાઇનીઝ હતો કે કેમ, તે પાસાને પણ તપાસમાં આવરી લેવાશે

ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં યુવકને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં યુવકને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. સમગ્ર મામલે કપુરાઇ પોલીસ મથક દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મૃતકના મૃતહેદનો પોસ્ટમોર્ટમ માટે ખસેડીને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, પતંગનો દોરો ચાઇનીઝ હતો કે કેમ, તે પાસાને પણ તપાસમાં આવરી લેવામાં આવનાર છે. ઉત્તરાયણના એક માસ પૂર્વે આ ઘટના સામે આવતા લોકોએ હવે સચેત થવું પડશે. નહીં તો પતંગના દોરાને જીવલેણ બનતા સહેજ પણ વાર નહીં લાગે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : બિચ્છુ ગેંગના સાગરીતોનો વરઘોડો નીકળ્યો, પોલીસે કહ્યું, "ડરવાની જરૂર નથી"

Tags :
Advertisement

.

×