VADODARA : કોટંબી ખાતે પ્રથમ ઇન્ટરનેશનલ મેચ રમાઇ, દર્શકોમાં ભારે ઉત્સાહ
VADODARA : India Women vs West Indies Women 1st ODI : વડોદરા (VADODARA) ના કોટંબી ખાતે બરોડા ક્રિકેટ એસો.ના સ્ટેડિયમમાં આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે પ્રથમ ઇન્ટરનેશનલ મેચ રમાઇ રહી છે. જેને લઇને આજનો દિવસ બરોડા ક્રિકેટ એસો. માટે અત્યંત મહત્વનો છે. આજ સવારથી શરૂ થયેલીમાં મેચમાં અસુવિધાની એક પણ બુમ ઉઠવા પામી નથી. દર્શકોની સંખ્યામાં ધીરે ધીરે વધારો થઇ રહ્યો છે. મેચ પહેલા પોલીસના ડોગ સ્કવોર્ડ અને બોમ્બ સ્કવોર્ડ દ્વારા ગ્રાઉન્ડની તપાસ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ભારતીય ટીમે 50 ઓવરમાં 314 રન બનાવ્યા છે. જેના લક્ષ્યાંકને પહોંચી વળવું વેસ્ટ ઇન્ડિઝ ની મહિલા ક્રિકેટ ટીમ માટે મુશ્કેલ લાગે છેે.
વડોદરાના ફાળે ત્રણ મેચો આવી
વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ પર પ્રથમ ઇન્ટરનેશનલ મેચ ઇન્ડિયા અને વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમો વચ્ચે રમાઇ રહી છે. આજે મેચનો પ્રથમ દિવસ છે. વડોદરાના ફાળે ત્રણ મેચો આવી છે. આજરોજ આયોજિત મેચમાં રવિવાર હોવાના કારણે દર્શકોની ભારે ભીડ જોવા મળી રહી છે.
મોટી સંખ્યામાં દર્શકોની હાજરી
પહેલી મેચમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમે ટોસ જીતીને બોલીંગ પસંદ કરી છે. અને ભારતના ફાળે બેટીંગ આવી છે. ભારતીય ટીમે 50 ઓવરમાં 314 રન બનાવ્યા છે. જેના લક્ષ્યાંકને પહોંચી વળવું વેસ્ટ ઇન્ડિઝ ની મહિલા ક્રિકેટ ટીમ માટે મુશ્કેલ લાગે છેે. રવિવારની રજા હોવાથી મોટી સંખ્યામાં ક્રિકેટ રસીકો મેચને જોવા આવી પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં દર્શકોની હાજરીને પગલે ખેલાડીઓના ઉત્સાહમાં વધારો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો -- T20 ઈન્ટરનેશનલમાં 2024ની સર્વશ્રેષ્ઠ ઈલેવન, ભારતના બે અને પાકિસ્તાનના એક ખેલાડીનો સમાવેશ


