VADODARA : કોટંબી ક્રિકેટ સ્ટેડિયમમાં પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમાશે, જાણો કાર્યક્રમ વિગતવાર
VADODARA : બરોડા ક્રિકેટ એસોશિયેશન (BARODA CRICKET ASSOCIATION) ના અથાગ પ્રયત્નો ફળી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં વડોદરા (VADODARA) ના કોટંબી સ્ટેડિયમ (KOTAMBI CRICKET STADIUM) ને વર્ષો પછી પ્રથમ ઇન્ટરનેશનલ મેચ (FIRST INTERNATION MATCH) ફાળવવામાં આવી છે. જેને પગલે આગામી સમયમાં અન્ય મેચો પણ મળવાનો રસ્તો ખુલ્યો છે. કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલા ક્રિકેટ સ્ટેડિયમનમાં વિમેન્સ ટીમની ODI ની ત્રણ મેચો હાલ ફાળવવામાં આવી છે. ડિસેમ્બરમાં આ મેચ ભારત અને વેસ્ટ ઇન્ડિઝની વિમેન્સ ટીમ વચ્ચે રમાશે.
ભારત - વેસ્ટ ઇન્ડિઝની ટીમો રમશે
બરોડા ક્રિકેટ એસોશિયેશન (BARODA CRICKET ASSOCIATION) ના પ્રેસીડેન્ટ પ્રણવ અમીનએ (PRANAV AMIN - BCA PRESIDENT) મીડિયાને જણાવ્યું કે, વિતેલા વર્ષોથી સવાલ પુછાતો હતો કે, વડોદરાને ક્યારે આંતરરાષ્ટ્રીય મેચ મળશે. ત્યારે અમે જણાવતા કે, મહેનત કરી રહ્યા છીએ. મને જણાવતા આનંદ થાય છે કે, વડોદરામાં આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. બીસીસીઆઇ દ્વારા ત્રણ વિમેન્સ ODI મેચ આપવામાં આવી છે. જેમાં ભારત - વેસ્ટ ઇન્ડિઝની ટીમો રમશે. જેમાં બે ડે-નાઇટ મેચ છે. અને એક ડે મેચ છે. આ ઘણુ મહત્વનું છે. વર્ષો પછી મેચ થશે. વિમેન્સ મેચ રમાયા બાદ, આપણને મેન્સ મેચનું કેલેન્ડર મળશે. તે પણ આપણને મળે તેનો પ્રયત્ન કરી રહ્યા છીએ. સ્ટેડિયમ અને રસ્તાનો પ્રશ્ન હતો, રસ્તો એપ્રુવ કરી દેવામાં આવ્યો છે, બીસીએએ જગ્યા ખરીદી લીધી છે. રસ્તો બનાવવાનું કાર્ય ફટાફટ શરૂ થઇ જશે.
રસ્તો બનાવવા માટે સાડા છ એકર જમીન ખરીદી
વધુમાં તેમણે જણાવ્યું કે, વર્ષ 2019 માં ભારત-ઓસ્ટ્રેલિયાની વુમન ટીમની મેચ મળી હતી. ત્યાર બાદ આ પ્રથમ મેચ મળી છે. આ એક સારી શરૂઆત છે. આપણે અન્ય મેચ પણ રમ્યા છીએ. આ મેચ સમયે ઉપયોગમાં લઇ શકાય તેવો રસ્તો થઇ જશે. 22, ડિસેમ્બર થી મેચ શરૂ થશે, બાદમાં 25 અને 27 ડિસે.એ મેચ રમાશે. આપણી પાસે હજી એક મહિના જેટલો સમય છે. અમે 30 મીટરનો રસ્તો બનાવવા જઇ રહ્યા છીએ. જેની માટે સાડા છ એકરની જમીન લેવામાં આવી છે. બીસીસીઆઇ દ્વારા આપણા માળખાના વખાણ કરવામાં આવ્યા હતા. મેન્સ મેચના શિડ્યુલ એડવાન્સમાં ચાલતા હોવાથી તેઓ વિમેન્સ મેચમાં આપણી સુવિધાઓ બહેતર રીતે જાણશે. બાદમાં આપણને પણ મેન્સ મેચ મળે તેવા પ્રયત્નો કરવામાં આવશે. રણજી મેચમાં સારુ પ્રદર્શન જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો -- અદ્યતન સુવિધાઓથી અમદાવાદમાં રુ. 110 કરોડના ખર્ચે City Square ઊભું કરાશે


