VADODARA : WPLની લાઇવ મેચમાંથી ત્રણ સટ્ટાખોર ઝડપતી પોલીસ
VADODARA : વડોદરાના કોટંબી ક્રિકેટ સ્ટેડિયમમાં આયોજિત WPL ની મેચમાં લાઇવ સટ્ટો રમાડનારા ત્રણ ખેલીઓને પોલીસે બાતમીના આધારે દબોચી લીધા (WPL MATCH - VADODARA) છે. અને ત્રણેય સામે જરોદ પોલીસ મથકમાં જુગારધારાનો (LIVE CRICKET BETTING CAUGHT BY POLICE - VADODARA) ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. BCA ના કોટંબી સ્ટેડિયમને અલગ અલગ મેચો મળતા હવે સટ્ટાખોરો પણ એક્ટીવ થયા હોય તેમ લાગી રહ્યું છે.
બંને પાસેથી મોંઘાદાટ ફોન રીકવર કરવામાં આવ્યા
પ્રથમ કિસ્સામાં, જરોદ પોલીસ મથકના જવાનો બીસીએ ખાતે પેટ્રોલીંગમાં હતા. દરમિયાન પીઆઇને બાતમી મળી કે, ઓડિયન્સમાં બેઠેલા બે શખ્સો ચાલુ મેચમાં ફોનમાંથી લાઇવ ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહ્યા છે. બાતમી બાદ તુરંત પોલીસ જવાનો સ્થળ પર પહોંચ્યા હતા. અને બે યુવકોની અટકાયત કરીને તેમની પુછપરછ કરવામાં આવી હતી. બંનેએ પોતાના નામ દિક્ષીત સતિષ આર્યા (રહે. અશોકનગર, સોનીપત) અને તુષાર યોગેશ મદાન (રહે. અનશલ સુશાન્સ સિટી, પાનીપત) હોવાનું જણાવ્યું હતું. બંને દ્વારા અલગ અલગ મોબાઇલમાં સોફ્ટવેરમાં એપ્લીકેશન મારફતે યુપી વોરીયર્સ અને દિલ્હી કેપીટલની ટીમો પર સટ્ટો રમતા હોવાનું તપાસમાં ખુલ્યું હતું. બંને પાસેથી મોંઘાદાટ ફોન રીકવર કરવામાં આવ્યા છે. અને પોલીસ મથકમાં જરોદ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
એપ્લીકેશન મારફતે રનફેર સેશનના સોદા કર્યા
બીજા કિસ્સામાં જરોદ પોલીસ મથકના જવાનો બીસીએ ખાતે પેટ્રોલીંગમાં હતા. દરમિયાન પીઆઇને બાતમી મળી કે, ઓડિયન્સમાં બેઠેલ શખ્સ ચાલુ મેચમાં ફોનમાંથી લાઇવ ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહ્યો છે. સ્થળ પર તપાસ કરતા પોલીસ જવાનો રામજ્ઞાન રામપ્રસાદ બેનીવાલ (રહે. સિરોહી, ટોંક, રાજસ્થાન) સુધી પહોંચ્યા હતા. તેના મોહાઇલમાં તપાસતા એપ્લીકેશન મારફતે રનફેર સેશનના સોદા કર્યા હોવાનું ખુલ્યું હતું. જેથી તેની અટકાયત કરીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો --- VADODARA : રેલવેમાં ભરતી બાદ મોટા સ્ક્રેપ કૌભાંડની આશંકા, 2 ટ્રક જપ્ત


