Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ધારાસભ્ય અને મહંતે કુબેર ભંડારી મંદિરના દ્વાર ખોલ્યા, વિવાદ શમવાના સંકેત

VADODARA : મંદિર ટ્રસ્ટી મંડળ તેમજ પુજારીઓ સાથે પુનઃ બેઠક કરી ટૂંકા ગાળામાં જ આ સમગ્ર વિવાદનું સુ:ખદ સમાધાન લાવીશું - શૈલેષ મહેતા (સોટ્ટા)
vadodara   ધારાસભ્ય અને મહંતે કુબેર ભંડારી મંદિરના દ્વાર ખોલ્યા  વિવાદ શમવાના સંકેત
Advertisement

VADODARA : તીર્થક્ષેત્ર કરનાળીના શ્રી કુબેરેશ્વર સોમેશ્વર સંયુક્ત ટ્રસ્ટમાં ટ્રસ્ટી મંડળના વકરી રહેલા વિવાદ વચ્ચે ડભોઇના ધારાસભ્ય શૈલેશ મહેતાએ મધ્યસ્થી કરી સુ:ખદ નિરાકરણ આવે તે માટે પ્રયત્ન આદર્યા છે. (BJP MLA TO MEDIATE ISSUE BETWEEN TRUSTEES OF KUBER BHANDARI TEMPLE - DABHOI, VADODARA)

Advertisement

સકારાત્મક અભિગમ સાથે નું સુકાન સંભાળ્યું હતું

વડોદરા જિલ્લાના નર્મદા કિનારે આવેલા કરનાળી તીર્થક્ષેત્ર સ્થિત શ્રી કુબેર ભંડારી મંદિરના શ્રી કુબેરેશ્વર સોમેશ્વર સંયુક્ત ટ્રસ્ટમાં નવા ટ્રસ્ટી ઓની નિમણૂંક સાથે નવીન ટ્રસ્ટી મંડળની અંદાજિત દોઢ વર્ષ પૂર્વે રચના હતી. જે બાદ મુખ્ય ટ્રસ્ટી મહંત દિનેશ ગીરીજી મહારાજ અને ટ્રસ્ટી મંડળ દ્વારા કુબેર ભંડારી મંદિર નો વિકાસ વિવિધ સુવિધાઓ સહિત દેશભરમાંથી દાદાના દર્શનાર્થે આવતા શિવ ભક્તોને સુંદર સગવડ મળી રહે તે માટે ના સકારાત્મક અભિગમ સાથે નું સુકાન સંભાળ્યું હતું. પરંતુ નવીન ટ્રસ્ટી મંડળની રચના બાદ અંદરો અંદરના નાણાંકીય તેમજ અન્ય વહીવટ બાબતે અંગે મન મોટાવ થતાં પરિંદુ ભગત, ભરતભાઈ ભગત અને નિરંજન ભાઈ વૈદ્ય એ ચેરિટી કમિશનર સમક્ષ પહોંચ્યા હતા. અને ગેરવહીવટ થતો હોય વિવિધ વ્યવહારો અને કામગીરી દ્વારા સંસ્થાને થતું નુકસાન રોકવા માંગ કરી હતી.

Advertisement

મંદિર પરિસર પોલીસ છાવણીમાં ફેરવાયું હતું

જેના અનુસંધાને સંયુક્ત ચેરિટી કમિશનરે 11 એપ્રિલ સુધી નો વચગાળાનો મનાઈ હુકમ ફરમાવ્યો હતો. જે બાદ ટ્રસ્ટી મંડળમાં અંદરો અંદર તેમજ પુજારીઓ માં પણ ટ્રસ્ટના મનસ્વી વહીવટ મુદ્દે રોષ અને અસંતોષ વ્યાપ્યો હતો. ત્યારે શુક્રવારના રોજ ચેરીટી કમિશનરના હુકમનું ઉલ્લંઘન કરી પરંપરાગત રીતે પૂજા વિધિ સંભાળતા મંદિરના પૂજારી તુષાર ભટ્ટ સહિતના પુજારીઓને પંચાયતી અખાડાના ટ્રસ્ટીઓ દ્વારા બાઉન્સર બોલાવીને મંદિર પરિસર માંથી બહાર ધકેલી દેવાતા મામલો તંગ બન્યો હતો, અને મંદિર પરિસર પોલીસ છાવણીમાં ફેરવાયું હતું.

સમગ્ર વિવાદનું સુ:ખદ સમાધાન લાવીશું

આ વિવાદ લાંબો સમય ચાલતા મંદિર નો મુખ્ય બંધ દરવાજો રખાયો હતો. આ વિવાદ વધુ ગરમાય અને અમાસની આગલી રાતથી દૂર દૂરથી દર્શનાર્થે આવતા શિવ ભક્તો હેરાન ન થાય તે માટે ડભોઇના ધારાસભ્ય શૈલેશ મહેતા ત્વરિત કરનાળી દોડી આવ્યા હતા. અને રાત્રે 12:00 કલાકે મંદિરના કપાટ ખોલી શનિ અમાવસ્યાના દર્શન ખુલ્લા મૂક્યા હતા. તેમણએ પ્રથમ મંદિર ટ્રસ્ટી મંડળ અને બાદમાં પોલીસ સ્ટેશન પહોંચેલા પૂજારીઓ સાથે વિગતવાર ચર્ચા વિચારણા કરી સુખદ નિરાકરણ લાવવા હેતુ પોતાની સક્રિય ભૂમિકા અદા કરી મામલો શાંત પાડ્યો હતો. મીડિયા સાથે ની વાતચીતમાં ધારાસભ્ય શૈલેષ મહેતાએ સતત 25 વર્ષથી દર માસની એકાદશી ની તિથિએ દર્શને પધારું છું. પ્રથમ વાર મંદિરના કપાટ ખોલવાનો પુણ્ય લાભ મળ્યા નો આનંદ છે. મંદિર ટ્રસ્ટી મંડળ તેમજ પુજારીઓ સાથે પુનઃ બેઠક કરી ટૂંકા ગાળામાં જ આ સમગ્ર વિવાદનું સુ:ખદ સમાધાન લાવીશું તેમ જણાવ્યું હતું

આ પણ વાંચો ---  VADODARA : ચક્ષુ દિવ્યાંગજનોની લારી ઉઠાવી લેવાતા ભૂખ્યા રહેવાનો વારો આવ્યો

Tags :
Advertisement

.

×