VADODARA : પાલિકાની કચેરી પાસેથી ખરીદેલી મીઠાઇમાં ફૂગ, ગ્રાહકમાં રોષ
VADODARA : વડોદરા (VADODARA) ના ખંડેરાવ માર્કેટ પાસે આવેલી પાલિકાની કચેરીથી ગણતરીના અંતરે આવેલી દુકાનમાંખી ખરીદેલી મીઠાઇમાં ફૂગ (LAKSHMI FARSAN SHOPS - FUNGUS ON SWEETS - VADODARA) નીકળવાની ઘટના સામે આવી છે. જે બાદ ગ્રાહકે પાલિકાના અધિકારીઓને જાણ કરતા એક તબક્કે તમામે ગોળ ગોળ જવાબ આપ્યો હતો. આખરે મોડે મોડા પાલિકાની આરોગ્ય શાખાની ટીમોએ લક્ષ્મી ફરસાણની દુકાને આવી પહોંચીને બિન આરોગ્યપ્રદ મીઠાઇનો નાશ કરવાની સાથે, તેના સેમ્પલ લઇને લેબોરેટરીમાં વધુ તપાસ અર્થે મોકલી આપ્યા હતા.
પૂજા કરતા સમયે કાઢતા તેમાંથી ફૂગ જોવા મળી
વડોદરામાં પાલિકાની આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સમયાંતરે ખાદ્ય પદાર્થોના વિક્રેતાને ત્યાં તપાસ બાદ પણ સ્થિતીમાં કોઇ સુધારો જોવા મળતો નથી. તાજેતરમાં વડોદરા પાલિકાની કચેરીથી જુજ અંતરે દુર આવેલી લક્ષ્મી ફરસાણની દુકાનમાંથી વડોદરા શહેર કોંગ્રેસના મહામંત્રી હસમુખ પરમારે બાલુશાહી મીઠાઇની ખરીદી કરી હતી.,આ મીઠાઇ બીજા દિવસે સવારે પૂજા કરતા સમયે કાઢતા તેમાંથી ફૂગ જોવા મળી હતી. જેને પગલે તેઓ આશ્ચર્યમાં મુકાયા હતા.
પ્રથમ ગોળ ગોળ જવાબો આપ્યા હોવાનો આરોપ
ત્યાર બાદ હસમુખ પરમારે પાલિકાના આરોગ્ય શાખાના અધિકારીઓને ટેલિફોનીક જાણ કરતા પ્રથમ તેમણે ગોળ ગોળ જવાબો આપ્યા હોવાનો આરોપ તેમણે લગાવ્યો હતો. બાદમાં લક્ષ્મી ફરસાણના વિક્રેતાને ત્યાં પાલિકાની આરોગ્ય શાખાની ટીમો દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં બિનઆરોગ્યપ્રદ મીઠાઇ અને ફરસાણનો નાશ કરવામાં આવ્યો છે. આ સાથે જ તેના નમુના લઇને પાલિકાની લેબોરેટરીમાં વધુ તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.
અંદાજીત 50 કિલો મીઠાઇ-ફરસાણનો નાશ
બીજી તરફ લક્ષ્મી ફરસાણના સંચાલકે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, અમારી ભૂલ છે. મીઠાઇ શેકવામાં કાચી રહી ગઇ હોવાથી ફૂગ લાગી હોઇ શકે છે. આરોગ્ય વિભાગે દુકાનમાં તપાસ કરીને અંદાજીત 50 કિલો મીઠાઇ-ફરસાણનો નાશ કર્યો છે.
આ પણ વાંચો --- VADODARA : ST બસ કંડક્ટરની બેગ ચોરાઇ, ટીકીટ મશીન સહિત રોકડ ગાયબ