VADODARA : લોન કૌભાંડના પીડિતોને બેંકની નોટીસ મળતા દોડતા થયા
VADODARA : વડોદરા (VADODARA) ના અક્ષરચોરમાં આવેલી સિગ્નેટ હબમાં આવેલી મની સોલ્યુશન નામની ઓફિસે મોટી લોન લેવા માટે ગરીબ પરિવારના સભ્યો પહોંચ્યા હતા. ત્યાં તેમને પ્રથમ કન્ઝ્યુમર લોન લેવી પડે તેવું જણાવીને તેમને ઇલેક્ટ્રોનીક વસ્તુની શોપમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યાં પ્રક્રિયા પૂર્ણ કરીને તેમને લોન ના થઇ હોવાનું જણાવીને રવાના કરી દેવામાં આવ્યા હતા. બાદમાં બે-ત્રણ મહિના બાદ ગરીબ પરિવારોને ધ્યાને આવ્યું કે, તેમના નામે લીધેલી વસ્તુના હપ્તા બાઉન્સ થઇ રહ્યા છે. ત્યાર બાદ અલગ અલગ કાનગી બેંકના કર્મીઓ રિકવરી કરવા માટે તેમના ઘરે પહોંચતા હતા. હાલમાં તેમને વડોદરાની લોક અદાલતમાં હાજર થવા માટે જણાવતા તેઓ આવ્યા હતા. જ્યાં બેંક તરફથી તેમને સેટલમેન્ટ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. તો બીજી તરફ લોન કૌભાંડના પીડિતો દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો.
પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જણાવ્યું કે, તમારી લોન કેન્સલ થઇ છે
પીડિતે આરોપ મુકતા જણાવ્યું કે, પાંચ મહિના પહેલા ગરીબો જોડે ફ્રોડ થયો છે. જેમાં અક્ષરચોકમાં સિગ્નેટ હબમાં એક ઓફિસ આવેલી છે, ત્યાં ગરીબોને ત્યાં પરચા નાંખીને તેમને બોલાવ્યા હતા. તેમાં જણાવ્યું હતું કે, તમારી મોટી લોન થઇ જશે. તેના માટે પહેલા સિબિલ ચેક કરાવવા માટે કન્ઝ્યુમર લોન કરાવવી પડશે તેમ જણાવ્યું હતું. કન્ઝ્યુમર લોન માટે મોબાઇલ શોપમાં લઇ જતા હતા. ત્યાં જઇને પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેમને જણાવ્યું કે, તમારી લોન કેન્સલ થઇ છે. એટલે તેઓ ઘરે જતા રહ્યા હતા. બે ત્રણ મહિના પછી ખબર પડી કે હપ્તા બાઉન્સ થયા છે. અલગ અલગ ખાનગી બેંકની રીકવરી વાળાઓ ઘરે આવતા થયા હતા. તેઓ કહે છે કે, તમારા નામના ડોક્યૂમેન્ટ્સ છે, એટલે તમારે હપ્તા ભરવા પડશે.આ બધા કોર્ટમાં ચાલતી લોક અદાલતમાં આવ્યા છે. નોટીસો લઇને આવ્યા છે. અમારે મીડિયાના માધ્યમથી કહેવું છે કે, તમે ગરીબોનું સાંભળો.
તમે ગમે તેટલી લોન લીધી હોય સેટલમેન્ટ કરો
અન્ય પીડિત દીપકભાઇ રાજેશભાઈ સોલંકીએ આરોપી મુકતા કહ્યું કે, આ બધા પાસે નોટીસો આવી છે. અમને 11 વાગ્યે નોટીસ લઇને બોલાવ્યા છે. બેંક વાળાઓનું કહેવું છે કે, તમે ગમે તેટલી લોન લીધી હોય સેટલમેન્ટ કરો. અમારૂ કહેવું છે કે, અમે રૂપિયો લીધો નથી, તો અમે કેમ પૈસા ભરીએ. અમે સીધા જ મની સોલ્યુશનની ઓફિસે ગયા હતા.
આ પણ વાંચો -- VADODARA : સ્ટ્રીટ લાઇટની સમસ્યા નહીં ઉકેલાતા કેબિનમાં જૂતા-ચપ્પલનો હાર પહેરાવ્યો


