Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં 1.45 લાખ કયુસેક પાણી વહેશે

VADODARA : ઉપરવાસમાં પડતા ભારે વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલ પાણીને કારણે સરદાર સરોવર બંધ (SARDAR SAROVAR DAM) ની સપાટીમાં સતત વધારો થવાથી શનિવારે સવારે સરદાર સરોવર બંધનાં ૧૦ દરવાજા ૧.૩૦ મીટર ખોલવામાં આવ્યા છે જેને કારણે બંધના...
vadodara   સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં 1 45 લાખ કયુસેક પાણી વહેશે
Advertisement

VADODARA : ઉપરવાસમાં પડતા ભારે વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલ પાણીને કારણે સરદાર સરોવર બંધ (SARDAR SAROVAR DAM) ની સપાટીમાં સતત વધારો થવાથી શનિવારે સવારે સરદાર સરોવર બંધનાં ૧૦ દરવાજા ૧.૩૦ મીટર ખોલવામાં આવ્યા છે જેને કારણે બંધના નીચલા વિસ્તારમાં ૧,૪૫,૦૦૦ ક્યુસેક પાણી વહેશે.

અગમચેતીના પગલાં લેવા માટે સૂચનાઓ આપવામાં આવી

વડોદરા (VADODARA) જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નર્મદા નદી કિનારાના શિનોર,ડભોઇ અને કરજણ તાલુકાના ગામોના લોકોને સાવધ કરી તકેદારી અને સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. આ ગામોના તલાટી અને તાલુકાના લાયઝન અધિકારીઓને અગમચેતીના પગલાં લેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.

Advertisement

પટમાં ના જવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી

નર્મદા ડેમમાંથી પાણી છોડવાની શક્યતાઓને ધ્યાને રાખીને આ ત્રણેય તાલુકાના નદી કિનારાના ગામોના નાગરિકોને નદીના પટમાં ના જવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. સરદાર સરોવર બંધના નીચાણવાળા વિસ્તારોમાં કોઈ દુર્ઘટના કે જાનહાની ના થાય તે માટે સુરક્ષાના પગલાં લેવામાં આવી રહ્યા છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન મંડળ દ્વારા પૂરની સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. આપત્તિના સમયે ૧૦૭૭ નંબર ઉપર સંપર્ક કરી શકાય છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : હાઇ-વેનું પાણી શહેરમાં પ્રવેશવાનું શરૂ, અધિકારીઓ પર નિષ્ક્રિય રહેવાનો આરોપ

Tags :
Advertisement

.

×