Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : મહારાણી કન્યા વિદ્યાલયમાં વિદ્યાર્થીની જોડે ઓરમાયું વર્તન કર્યાનો આરોપ

VADODARA : પહેલા મહારાણી કન્યા વિદ્યાલયનું નામ પડે, એટલે છોકરીઓ ભણવા આવતી હતી. પરંતુ હવે તેમ રહ્યું નથી - પીડિત વિદ્યાર્થીની માતા
vadodara   મહારાણી કન્યા વિદ્યાલયમાં વિદ્યાર્થીની જોડે ઓરમાયું વર્તન કર્યાનો આરોપ
Advertisement

VADODARA : વડોદરાના સુરસાગર પાસે આવેલી વર્ષો જુની મહારાણી કન્યા વિદ્યાલયમાં વિદ્યાર્થીની જોડે ઓરમાયું વર્તન કરવામાં આવ્યું હોવાનો આરોપ સામે આવ્યો છે. વિદ્યાર્થીનીને તબિબિ કારણોસર વધુ પાણી પીવા તથા વોશરૂમ જવાની જરૂર પડે છે, તે અંગેની જાણ કરવા છતાંય શિક્ષિકા તેને સહકાર આપતા નથી. ઉલટાનું તેની શિક્ષકોને ના શોભે તેવું વર્તન કરવામાં આવી રહ્યા હોવાનો આરોપ સામે આવ્યો છે. આ મામલે ઉગ્ર વાલી દ્વારા ડીઇઓ સુધી ફરિયાદ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. હવે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું. (MAHARANI KANYA VIDYALAYA SCHOOL TEACHER MISBEHAVE WITH GIRL STUDENT, PARENTS RAISE ALLEGATION - VADODARA)

છોકરીના માતા-પિતા વારેઘડીએ લડવા આવે છે

શિક્ષિકા પીડિત વિદ્યાર્થીનીએ કહ્યું કે, મને નીતા મેડમે કહ્યું હતું કે, શું તુ વારે ઘડીએ તારા માતા-પિતાને બોલાવે છે. તું અમને ધમકી આપે છે..! આ છોકરીને બોલાવવાની નહીં. આ છોકરીના માતા-પિતા વારેઘડીએ લડવા આવે છે, તેથી તેને અલગ બેસાડો. મને ચોપડા મુકવાના બોક્સની બાજુમાં એકલી બેસાડે છે. મને સાતમાં ધોરણથી અલગ બેસાડી રહ્યા છે.

Advertisement

બાકી ફી હોવાથી તેમણે ગેરવર્તણૂંક કરી હતી

વિદ્યાર્થીનીની માતાનું કહેવું છે કે, પહેલા મહારાણી કન્યા વિદ્યાલયનું નામ પડે, એટલે છોકરીઓ ભણવા આવતી હતી. પરંતુ હવે તેમ રહ્યું નથી. અમારી બે મહિનાની ફી બાકી હતી. આ અંગે અમારી પ્રિન્સીપાલ જોડે વાત પણ થઇ હતી. છતાં તેમણે મારી દિકરીને 1 થી 8 પીરિયડ સુધી પ્રિન્સીપાલની ઓફીસમાં બેસાડી રાખી હતી. અગાઉ પણ બાકી ફી હોવાથી તેમણે ગેરવર્તણૂંક કરી હતી. મારી દિકરીને તબિબિ કારણોસર વધારે પાણી પીવા, અને બાથરૂમ જવું પડે તેવી સ્થિતી છે. પરંતુ તેમાં પણ તેઓ તેને સહકાર નથી આપતા.

Advertisement

કોઇ પ્રશ્ન હોય તો અમને મોકલવો જોઇએ ફોટો

વધુમાં તેમણે જણાવ્યું કે, ગતરાત્રે મારી દિકરી પરેશાન થઇ હતી. જેથી આજે ક્લાસમાં તેની આંખ મીંચાઇ હતી. તેમાં તેનો ફોટો પાડીને શાળામાંથી સ્કુલ રીક્ષા ચાલક ને મોકલી આપ્યો છે. અમારી દિકરી છે, અમે તેના મા-બાપ છીએ. કોઇ પ્રશ્ન હોય તો અમને મોકલવો જોઇએ ફોટો, ખોટી રીતે ફોટો વાયરલ કરવાની તેમણે શું જરૂર હતી. મારી દિકરી કંટાળી ગઇ છે, તે ભણવા નથી માંગતી, પરંતુ હું તેને ધક્કા મારીને ભણવા મોકલું છું. આ મામલે હું ડીઇઓમાં રજુઆત કરીશ.

આ પણ વાંચો --- VADODARA : પૂર્વ વિસ્તારમાં 9 દિવસમાં 2800 થી વધુ પાણીની ટેન્કરો મોકલાઇ

Tags :
Advertisement

.

×