VADODARA : પાછલા દરવાજેથી સ્ટોરરૂમમાં ઘૂસી રૂ. 32 લાખના કેબલની ચોરી
VADODARA : વડોદરાના મકરપુરામાં આવેલી એબીબી કંપનીના સ્ટોરરૂમમાં બિનઅધિકૃત પ્રવેશ મેળવીને શખ્સો દ્વારા રૂ. 32 લાખથી વધુની કિંમતના ત્રણ અલગ અલગ પ્રકારના કેબલની ચોરીનો અંજામ આપ્યો હતો. આ માલને તેઓ કારમાં ભરીના રવાના થયા હતા. આખરે કંપનીને ઓર્ડર આવતા કર્મી તે લેવા માટે ગયો હતો. જેમાં જથ્થા અંગે શંકા જતા તેણે આંતરિક તપાસ કરી હતી. આખરે 6 શખ્સો દ્વારા તસ્કરીને અંજામ આપ્ય હોવાનું સાબિત થતા મામલે મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોધંધાવવા પામી છે. (HALF DOZEN ACCUSED INVOLVED IN CABLE THEFT - VADODARA)
શંકા જતા સ્ટોકનું વેરીફીકેશન કરાયું
વડોદરાના મકરપુરા પોલીસ મથકમાં ધર્મેન્દ્રસિંહ સરદારસિંહ રાઠોડે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ લેબર કોન્ટ્રાક્ટરની રજીસ્ટર્ડ કંપની ચલાવે છે. 1, જાન્યુઆરી - 2025 થી તેમને એબીબી કંપનીમાં સ્ટોર હેન્ડલીંગ માટેનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. ત્યાર બાદ તેમણે જાણ્યું કે, જાન્યુઆરી - 25 માં કંપનીને બેંગ્લોરની કંપની દ્વારા 45 મીટર કેબલનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. બાદમાં કેબલ લેવા માટે સ્ટોર ઇન્ચાર્જ રૂમમાં ગયો ત્યારે જથ્થો ઓછો હોવાની શંકા ગઇ હતી. જે બાદ સ્ટોકનું વેરીફીકેશન કરાવવામાં આવ્યું હતું. જેમાં રૂ. 32 .69 લાખની કિંમતના ત્રણ અલગ અલગ પ્રકારના કેબલો જણાતા ન્હતા.
પતરૂ હટાવીને ત્રણ કેબલો ઉઠાવી ગયા
બાદમાં કંપનીના આંતરિક ડેટાની ચકાસણી કરવામાં આવી હતી. તેમાં ધ્યાને આવ્યું કે, કંપનીના વેન્ડર યાદવ રોડ કેરીયર ના માણસો મંજુરી વગર કંપનીના સ્ટોરના પાછળના ભાગેથી પતરૂ હટાવીને ત્રણ કેબલો ઉઠાવી ગયા હતા. જે મામલે અડધો ડઝન આરોપીઓની હરકત સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. આખરે રંગેશ વિરસિંગ રાઠવા (રહે. રૂમડીયા, કવાંટ), સંજય ઓમપ્રકાશ સિંઘ (રહે. વૃંદાવન પાર્ક, જાંબુઆ), વિપિન પ્રતાપભાઇ તડવી, કમલેશભાઇ રમણભાઇ રાઠોડિયા (રહે. નવીનગરી, તરસાલી), નાગેશ્વર બળવંતભાઇ રાવત (રહે. ભાયલી, વડોદરા) અને અજય સી. પાટણવાડીયા સામે મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો --- VADODARA : ફાર્મા મટીરીયલ લીધા બાદ રૂ. 5.13 કરોડનો ચૂનો ચોપડ્યો


