Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : 'કંટ્રોલ રૂમમાં વર્ધિ કેમ લખાવે છે', કહી બુટલેગરનો હુમલો

VADODARA : તે સમયે પત્નીનો ફોન આવ્યો અને જણાવ્યું કે, ભાવુ દરબાર નામનો વ્યક્તિ બાઇક લઇને આવ્યો હતો. અને કહ્યું કે, નૈતિક ક્યાં છે
vadodara    કંટ્રોલ રૂમમાં વર્ધિ કેમ લખાવે છે   કહી બુટલેગરનો હુમલો
Advertisement

VADODARA : વડોદરાના માંજલપુર (VADODARA) માં વિસ્તારના જાણીતા બુટલેગર તથા તેના મળતિયાઓ દ્વારા યુવકને માર મારવામાં આવ્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. આ ઘટનામાં એક ડઝનથી વધુ આરોપીઓ સામે પોલીસે વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે. મામલાની શરૂઆત તું મારી કંટ્રોલ રૂમમાં વર્ધિ કેમ લખાવે છે. તેમ કહીને થઇ હતી.

કહ્યું કે, નૈતિક ક્યાં છે

માંજલપુર પોલીસ મથકમાં નૈતિકભાઇ મહેન્દ્રભાઇ પટેલ (રહે. જયશંકર સોસાયટી, માંજલપુર) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, ત્રણ દિવસ પહેલા તેઓ સરસ્વતી ચાર રસ્તા ખાતે પાનના ગલ્લા પર બેઠા હતા. તે સમયે પત્નીનો ફોન આવ્યો અને જણાવ્યું કે, ભાવુ દરબાર નામનો વ્યક્તિ બાઇક લઇને આવ્યો હતો. અને કહ્યું કે, નૈતિક ક્યાં છે, તેથી તેમણે સરસ્વતી બેઠેલા હોવાનું જણાવ્યયું હતું. ત્યાર ભાવુ દરબાર અને કૌશિક રાજપુત સરસ્વતી ચાર રસ્તાએ પહોંચ્યા હતા. અને ફરિયાદીને જણાવ્યું કે, તું મારી કંટ્રોલ રૂમમાં વર્ધિ કેમ લખાવે છે. તેમ કહીને લાફો મારી દીધો હતો.

Advertisement

જાનથખી મારી નાંખવાની ધમકી ફરિયાદીને આપી

બાદમાં ફરિયાદી જોડે ઝઘડો શરૂ કરી દીધો હતો. જે બાદ સપના પરમાર, રમિલા પરમાર, આકાશ ઠાકરડા, ત્યાં નંબર પ્લેટ વગરની ગાડી લઇને આવ્યા હતા. અને જાનથખી મારી નાંખવાની ધમકી ફરિયાદીને આપી હતી. ત્યાર બાદ રમીલાબેન પરમાર, અજય પરમાર અને દેવ પરમારે ફરિયાદીને માર માર્યો હતો. જે બાદ ત્યાં ઉભેલા પાર્થ અને ઓમ એ આવીને વધુ મારથી બચાવ્યા હતા.

Advertisement

પોલીસે તમામ આરોપીઓ સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

આખરે માંજલપુર પોલીસ મથકમાં ભાવુ દરબાર, કૌશિક રાજપુત, સપના પરમાર, આકાશ ઠાકરડા, રમીલાબેન પરમાર, અજય પરમાર અને દેવ પરમાર (તમામ રહે. વડોદરા) સામે ફરિયાદ નોંધાઇ છે. જે બાદ પોલીસે તમામ આરોપીઓ સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભાવું દરબાર વિસ્તારનો જાણીતો બુટલેગર હોવાની માહિતી હાલ તબક્કે સામે આવવા પામી છે. આ મામલે સામાપક્ષે પણ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

આ પણ વાંચો --- Chhota Udepur: પ્રસિદ્ધ અને પૌરાણિક અર્જુનનાથ મહાદેવ મંદિરને બચાવી લેવા સ્થાનિકોની અપીલ

Tags :
Advertisement

.

×