VADODARA : માંજલપુરમાં શાકમાર્કેટની જગ્યાએ સ્વિમિંગ પૂલ બનાવવાની હિલચાલ
- વડોદરાના માંજલપુર વિસ્તારમાં કોર્પોરેટર અને લોકો સામસામે
- શાક માર્કેટની જગ્યાએ સ્વિમિંગ પુલ બનાવવાનો વિરોધ
- સ્થાનિકો દ્વારા એકત્ર થઇને નોંધાવાયો વિરોધ
- કોર્પોરેટરે વચગાળાનો રસ્તો કાઢવા બાંહેધારી અપાઇ
VADODARA : વડોદરા (VADODARA) ના માંજલપુર (MANJALPUR) વિસ્તારમાં સ્મશાન સામે ગણેશજીના વિસર્જન માટેનું કૃત્રિમ તળાળ બનાવવામાં આવ્યું છે. અહિંયા સૂચિત શાકમાર્કેટ (VEGETABLE MARKET) બનાવવાની જગ્યાએ સ્વિમિંગ પૂલ (SWIMMING POOL) બનાવવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે. જેનો લોકો વિરોધ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, નજીકમાં લાલબાગ સ્વિમિંગ પુલ આવેલું છે, તેનું મેઇન્ટેનન્સ કરવામાં પાલિકાનું તંત્ર નિષ્ફળ નિવડ્યું છે. ત્યારે અહિંયા સ્વિમિંગ પુલ બનાવવાની જગ્યાએ શાક માર્કેટ અને ખાણીપીણીની લારીઓની લોકમાંગ છે. જો કે, વોર્ડ નં - 18 ના કોર્પોરેટર દ્વારા લોકોની માંગણીને જ લઇને સ્વિમિંગ પુલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મીડિયાને જણાવવામાં આવ્યું છે.
લોકોને શાક માર્કેટ અને ખાણીપીણીની લારીઓની જરૂરત છે
વડોદરાના માંજલપુરમાં આવેલા સ્મશાન સામેની જગ્યાને શાક માર્કેટ માટે ફાઇનલ કરવામાં આવી છે. હાલ આ જગ્યાએ ગણેશ જીના વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે. જો કે, અચાનક શાક માર્કેટની જગ્યાએ સ્વિમિંગ પૂલ બનાવવાની હિલચાલ થતા સ્થાનિકોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે. સ્થાનિકો એકત્ર થઇને આ વાતનો વિરોધ દર્શાવી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે, માંજલપુરના લાલબાગમાં જુનું સ્વિમિંગ પુલ આવેલું છે. તેની જાળવણીમાં તંત્ર સદંતર નિષ્ફળ નિવડ્યું છે. ત્યાં લોકો વાર્ષિક અને આજીવન ફી ચૂકવીને પણ તેનું યોગ્ય વળતર મેળવી શકતા નથી. સ્વિમિંગ પૂલની જગ્યાએ સુચિત શાક માર્કેટ જ બનવું જોઇએ. લોકોને શાક માર્કેટ અને ખાણીપીણીની લારીઓની જરૂરત છે.
આ પ્રશ્નને લોકો સાથે બેસીને ચર્ચા કરીને ઉકેલવામાં આવશે
આ અંગે સ્થાનિક કોર્પોરેટરે મીડિયાને કહ્યું કે, લોકમાંગણીને ધ્યાન રાખીને જ સ્વિમિંગ પુલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્વિમિંગ પૂલની જેમ શાક માર્કેટ પણ જરૂરી છે. એટલે આ પ્રશ્નને લોકો સાથે બેસીને ચર્ચા કરીને ઉકેલવામાં આવશે. અને વચગાળાનો રસ્તો શોધી કાઢવામાં આવશે.
આ પણ વાંચો --- VADODARA : રાત્રીબજાર પાસે વિશ્વામિત્રી નદી કિનારે ભીષણ આગ