VADODARA : મંજુસરની AMS કંપનીમાં ભીષણ આગ, લાશ્કરોએ બાજી સંભાળી
VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવતા મંજુસર જીઆઇડીસીમાં આવેલી AMS કંપની (Advanced MedTech Solutions - Vadodara) માં આજે સવારે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ભીષણ આગને પગલે આશરે બે કિમી દુરથી ધૂમાડાના ગોટે ગોટા ઉડતા જોઇ શકાતા હતા. આ કંપનીમાં આગ લાગવા પાછળનું કોઇ કારણ હજી સુધી જાણી શકાયું નથી. આગને પગલે જાણ કરાતા સ્થાનિક ફાયર બ્રિગેડના લાશ્કરો દોડી આવ્યા હતા, અને સ્થિતી સંભાળી હતી. આ ઘટનામાં કોઇ જાનહાનીની પુષ્ટિ આ તબક્કે કરવામાં આવી નથી. ઘટનાને પગલે વિસ્તારમાં ઉત્તેજના વ્યાપી જવા પામી છે. (MANJUSAR GIDC AMS COMPANY CAUGHT MASSIVE FIRE - VADODARA )
ઘટનાને પગલે વિસ્તારમાં ઉત્તેજના વ્યાપી જવા પામી
વડોદરા શહેર - જિલ્લામાં અનેક મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે. આજે સવારે વડોદરા ગ્રામ્યમાં આવતી મંજુસર જીઆઇડીસીની Advanced MedTech Solutions કંપનીમાં ભીષણ આગ લગાવાની ઘટના સામે આવી છે. આગની ઘટના બાદ ઉદ્ભવેલા ધૂમાડાના ગોટેગોટા બે કિમી દુરથી જોઇ શકાતા હતા. ઘટનાને પગલે વિસ્તારમાં ઉત્તેજના વ્યાપી જવા પામી હતી. આ અંગે જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો દોડીને આવ્યા હતા. અને આગ પર કાબુ મેળવવા માટે બાજી સંભાળી હતી.
આગની મોટી ઘટનામાં કોઇ જાનહાનીની પુષ્ટિ થઇ નથી
આ ઘટનામાં કંપનીને મોટું નુકશાન પહોંચ્યું હોવાનું પ્રાથમિક સુત્રો જણાવી રહ્યા છે. આગ લાગવાના કારણ અંગે હજી સુધી કોઇ માહિતી મળી શકી નથી. બીજી તરફ આગની મોટી ઘટનામાં કોઇ જાનહાનીની પુષ્ટિ થઇ નથી. સવારની શિફ્ટમાં કંપનીમાં કામ કરવા આવેલા કર્મચારીઓ આગ લાગ્યાની જાણ થતા જ બહાર દોડી આવ્યા હતા.
આ પણ વાંચો --- VADODARA : ભાન ભૂલેલા સિકલીગરે બાળકના હાથમાં બોટલ થમાવી


