Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : એકલતાનો લાભ લઇને પરિણીતાની છેડતી

VADODARA : એક જાણીતી કહેવત પ્રમાણે, પાડોશીને પહેલો સગો ગણવામાં આવે છે. પરંતુ સમય જતા હવે આ કહેવત બદલાઇ હોય તેમ લાગી રહ્યું છે
vadodara   એકલતાનો લાભ લઇને પરિણીતાની છેડતી
Advertisement

VADODARA : વડોદરા ગ્રામ્યના મંજુસર પોલીસ મથકની હદમાં પરિણીતાની તેના ઘરમાં જ છેડતીનો કિસ્સો સામે આવ્યો છે. આ કૃત્ય બીજા કોઇને નહીં પરંતુ તેના પાડોશીએ જ કર્યું હતું. પરિણીતાએ પ્રતિકાર કરીને બુમાબુમ કરતા આરોપી પાડોશી ભાગી ગયો હતો. આખરે ઉપરોક્ત મામલે મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ આરોપી પોલીસની પકડથી દુર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. (MISBEHAVE WITH MARRIED WOMAN BY NEIGHBOUR - SAVLI, VADODARA)

પરિણીતા ટામેટા તગારામાં ખાલી કરી રહ્યા હતા

એક જાણીતી કહેવત પ્રમાણે, પાડોશીને પહેલો સગો ગણવામાં આવે છે. પરંતુ સમય જતા હવે આ કહેવત બદલાઇ હોય તેમ લાગી રહ્યું છે. વડોદરાના સાવલીના લામડાપુરામાં પરિણીતા પોતાના ઘરે હાજર હતી. દરમિયાન પાડોશી રવિન્દ્ર પુનમભાઇ વસાવા (રહે. લામડાપુરા, સાવલી) તેના ઘરે આવ્યો હતો. અને ટામેટા ભરી થેલી પરિણીતાને આપી હતી. જે બાદ પરિણીતા ટામેટા તગારામાં ખાલી કરી રહ્યા હતા. તે દરમિયાન રવિન્દ્રએ એકલતાનો લાભ લઇને પરિણીતાની છેડતી કરી હતી.

Advertisement

આબરૂના કારણે તે સમયે ફરિયાદ આપી ન્હતી

આ ઘટનાથી ડઘાઇ જતા પરિણીતાએ પ્રતિકાર કરતા બુમાબુમ કરી હતી. જેથી આરોપી રવિન્દ્ર ત્યાંથી નાસી છુટ્યો હતો. ઘટના સમયે પરિણીતાના પતિ ઘરે હાજર ન્હતા. અને આરોપી તેમનો પાડોશી થતો હોવાથી આબરૂના કારણે તે સમયે ફરિયાદ આપી ન્હતી. બાદમાં તાજેતરમાં પરિણીતાના પતિ આવતા ફરિયાદ આપવામાં આવી છે. ઉપરોક્ત મામલે રવિન્દ્ર પુનમભાઇ વસાવા (રહે. લામડાપુરા, સાવલી) વિરૂદ્ધ મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે આરોપી રવિન્દ્ર હજી સુધી પોલીસની પકડથી દુર હોવાનું સુત્રો ઉમેરી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો --- Sirohi: વહેલી સવારે નેશનલ હાઇવે 27 પર આબુરોડ નજીક સર્જાયો ગોઝારો અકસ્માત, 6 લોકોના મોત

Tags :
Advertisement

.

×