VADODARA : પરિણીતા જોડે ભાણેજે અડપલાં કર્યા, નણંદે લાફા માર્યા
VADODARA : વડોદરા (VADODARA) માં પરિણીતાના ઘરમાં જ તેના ભાણેજે તેની સાથે બદસલુકી કરી હોવાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. ભાણેજ દારૂના નશામાં હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ નણંદે પરિણીતાના ઘરે આવીને તેની જોડે મારા મારી કરી હતી. આ સમગ્ર મામલે આખરે જેપી રોડ પોલીસ મથકમાં બે સામે ફરિયાદ નોંધાઇ છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
વાસણો અને પાણીની ટ્યુબ મંગાવી છે, તે કેમ લાવ્યા નથી
વડોદરાના જેપી રોડ પોલીસ મથકમાં 46 વર્ષિય મહિલાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તાજેતરમાં રાત્રીના સમયે તેઓ તેમના પતિ સાથે વાત કરતા હતા. જેમાં તેમણે જણાવ્યું કે, દુકાન માટે વાસણો અને પાણીની ટ્યુબ મંગાવી છે, તે કેમ લાવ્યા નથી. જેથી તેમણે જણાવ્યું કે, તમે લોકો પાસે કેમ બધુ માંગો છો. દરમિયાન ભાણેજ કાર્તિક શાહ કહેવા લાગ્યો કે, હું લોકો છું. બાદમાં તેણે ગંદી ગાળો આપીને ઘરની બહાર જવાનો ડોળ કરીને સંતાઇ ગયો હતો. બાદમાં મહિલાએ તેના પતિને કહ્યું કે, એટલે જ હું ના પાડું છું, કે કાર્તિકને ઘરમાં નહીં આવવા દેવાનો.
તું ધંધા કરે છે, ધંધા વાળી છે
જે બાદ સંતાયેલો કાર્તિક એકદમ પ્રગટ થયો હતો. અને કહ્યું કે, તું કોણ છે, મને બહાર નીકાળવા વાળી, તેમ કહીને તે મહિલાને ઘરની બહાર ખેંચી ગયો હતો. અને પીધેલી હાલતમાં અંધારામાં અડપલાં કરીને ઝપાઝપી કરી હતી. બાદમાં બુમાબુમ થતા કાર્તિકે મહિલાને લાફો મારીને કહ્યું કે, તને હું ખોટા કેસમાં ફસાવી દઇશ. બાદમાં મહિલાએ 10 નંબર પર ફોન કર્યો હતો. જે બાદ કાર્તિકે પોતાના હાથ પર ઘા મારીને કહ્યું કે, તું ધંધા કરે છે, ધંધા વાળી છે, મારી માનહાની કરે છે.
ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી
બાદમાં મહિલાના નણંદ ઘરે આવ્યા હતા. અને મહિલાને તમાચા માર્યા હતા. આખરે પીડિતાને ઢોર માર મારવામાં આવતા તેણીને ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આખરે મહિલાએ પોતાના ભાણેજ કાર્તિક શાહ અને નણંદ પ્રિતીબેન શાહ સામે ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે.
આ પણ વાંચો -- VADODARA : ફૂટપાથ પર નશાનો કારોબાર કરતા પેડ્લરને દબોચતી LCB


