VADODARA : શાળા બહાર જ ચિક્કાર ગંદકીથી વિદ્યાર્થીઓની હાજરી અનિયમિત
VADODARA : વડોદરાના વહીવટી વોર્ડ નં - 4 માંથી મેયર પિન્કીબેન સોની (VADODARA VMC - MAYOR) ચૂંટાઇને આવે છે. મેયર બન્યા બાદ તેમના કાર્યકાળમાં અનેક વખત તેમના પર માછલા ધોવાયા છે. જે સિલસિલો આજદિન સુધી ચાલી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે મેયરના વોર્ડમાં આવતી શાળા બહાર પારાવાર ગંદકી (MAYOR WARD FACING CLEANLINESS ISSUE - VADODARA) છે. જેના કારણે શાળામાં બપોરની પાળીમાં આવતા વિદ્યાર્થીઓની સંખ્યા અનિયમિત થઇ રહી છે. આ અંગે વોર્ડ ઓફિસમાં અનેક વખત જાણ કર્યા બાદ પણ સમસ્યાનો કોઇ કાયમી નિકાલ આવતો નથી. આ ગંદકીના કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસર પડી રહી હોવાનું પણ પ્રિન્સીપાલે ઉમેર્યું છે.
વે સ્થાનિકો આ સમસ્યાનો કાયમી ઉકેલી માંગી રહ્યા છે
વડોદરાના મેયરના વોર્ડમાં જ દિવા તળે અંધારા જેવો ઘાટ છે. અહિંયા આજવા રોડ પર આવેલી સરકારી શાળા બહાર ગંદકીનો ખડકલો હોવાના કારણે સ્થાનિકો પરેશાન થયા છે. આ સમસ્યાનો કોઇ કાયમી ઉકેલ નહીં આવવાના કારણે હવે સ્થાનિકો તથા શાળામાં ભણવા આવતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર તેની અસર પડી રહી છે. જેનાથી વિદ્યાર્થીઓની શાળામાં નિયમીતતા ખોરવાઇ રહી છે. જેથી હવે સ્થાનિકો આ સમસ્યાનો કાયમી ઉકેલી માંગી રહ્યા છે.
આ પાછળના કારણો ભૂતકાળમાં અમે જોયેલા છે
પ્રિન્સીપાલ પંકજભાઇએ મીડિયાને જણાવ્યું કે, આજવા રોડ પરની રૂષિ વિશ્વામિત્રી પ્રાથમિક શાળા આવેલી છે. છેલ્લા ઘણા સમયથી ગંદકી બાબતે અવાર નવાર વોર્ડ ઓફિસમાં રજુઆતો કરવામાં આવે છે. વોર્ડ ઓફિસરો દ્વારા નિયમીત રીતે સફાઇ અંગે ધ્યાન આપવામાં આવે તો, શાળામાં 685 જેટલા બાળકોના આરોગ્યના બાબતે પણ થોડુંક વિચારી શકીએ. વારંવાર આ પ્રકારની ગંદકી રહેશે તો બાળકોની અનિયમીતતા સામે આવે છે. આ પાછળના કારણો ભૂતકાળમાં અમે જોયેલા છે, બાળકોને શરદી, ઉઘરસ, તાવ, આ પ્રકારના રોગો થાય છે. આ રોગોને નિવારવા માટે આ બાબતનો કાયમી ઉકેલ થાય તે જરૂરી છે. કાયમી ઉકેલ જોવા મળશે, તો ભવિષ્યમાં બાળકો પણ નિયમીત થશે. અને ચોખ્ખાઇથી લોકોનું સ્વાસ્થ્ય પણ જળવાઇ રહેશે.
આ પણ વાંચો --- VADODARA : વડોદરાનો માનુષ શાહ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયન બન્યો


