VADODARA : વિજ ચોરો પર MGVCL નો સપાટો, ગેરરીતિ ઝડપાતા ફફડાટ
VADODARA : મધ્યગુજરાત વિજ કંપની (MGVCL) દ્વારા વિજ ચોરો પર સપાટો બોલાવવામાં (ELECTRICITY THEFT ACTION - VADODARA) આવ્યો છે. વહેલી સવારે કરવામાં આવેલા સરપ્રાઇઝ ચેકીંગમાં વિજ ચોરી અને ગેરરીતિના કેસો ઝડપી પાડવામાં આવ્યા છે. અને લાખો રૂપિયાની પેનલ્ટી ફટકારવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તાર હોવાથી મળસ્કે 5 - 30 કલાકે ટીમો ત્રાટકી હતી.
વિજ ચેકીંગ કરવા માટે 5 ટીમો ઉતરી પડી
વડોદરામાં વિજચોરી ડામવા માટે MGVCL દ્વારા સવાર સવારમાં જ સપાટો બોલાવવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, તાજેતરમાં શહેરના સંવેદનશીલ વિસ્તાર ગણાતા બરાનપુરા, વાડી અને માંડવી સબડિવિઝનમાં આવતા જહાંગીરપુરા, ગોયાગેટ, વીએસયુપી આવાસ, સોમા તળાવ, મહાવત ફળિયું, પાંજરીગર મહોલ્લો, ગેંડા ફળિયું, રાવત શેરી, અલીફ નગર, હાથીખાના, નવાપુરી, મહેબુબ પુરા, ખારવાવાડ, કહાર મહોલ્લો અને કેવડાબાગમાં વહેલી સવારે 5 - 30 કલાકથી 7 - 30 કલાક સુધી વિજ ચેકીંગ કરવા માટે 5 ટીમો ઉતરી પડી હતી.
પૂરવણી બિલની અંદાજીત રકમ રૂ. 8.25 લાખ
કુલ 40 કર્મીઓનો મેનપાવર ધરાવતી ટીમોએ 290 વિજ કનેક્શનોની તપાસ કરી હતી. તે પૈકી 19 કેસો વિજ ચોરીના તથા 8 કેસો ગેરરીતિના સામે આવ્યા હતા. તમામ કેસોમાં પૂરવણી બિલ ફટકારવામાં આવ્યું હતું. આ પૂરવણી બિલની અંદાજીત રકમ રૂ. 8.25 લાખ આંકવામાં આવી રહી છે. આ સાથે જ વિચ ચોરીમાં પકડાયેલા કેસોમાં વિજ કંપની દ્વારા ગ્રાહકોને એક વર્ષનું વિજ બીલ ફટકાર્યું છે. જેને પગલે વિજચોરોમાં ભારે ફફડાટ પેંસી જવા પામ્યો છે. વિજ કંપનીની કામગીરીને પગલે સવાર સવારમાં કેટલાયની ઉંધ ઉડી ગઇ હતી.
આ પણ વાંચો --- VADODARA : ટ્રાફિક સુરક્ષાના કાર્યક્રમમાં રીક્ષા ચાલકોને આડેહાથ લેતા ધારાસભ્ય


