VADODARA : AC માં શોર્ટ સર્કિટ બાદ ઘરમાં આગ પ્રસરી, માલિક ભડથું
VADODARA : વડોદરાના ખોડિયાર નગરમાં ચોંકાવનાગી ઘટના સામે આવી છે. ફ્લેટના મકાનમાં લાગેલા એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લગાવાની ઘટના બની હતી. જોતજોતામાં આગ ઘરમાં પ્રસરી હતી. આ ઘટનામાં આધેડ મકાન માલિક ભડથું થઇ ગયા હતા. મકાનમાંથી ધૂમાડા નીકળતા આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા. ત્યાર બાદ ઘરમાં જઇ જોતા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. હવે ગરમી શરૂ થઇ રહી છે. ત્યારે લોકો એસીનો મહત્તમ ઉપયોગ કરશે, તેવામાં આ પ્રકારની ઘટના પરથી સૌ કોઇને બોધપાઠ લેવો જોઇએ. (MIDDLE AGE MAN BURNED AFTER FIRE BROKE OUT IN SHORT CIRCUIT IN AC - VADODARA)
આગ જોતજોતામાં ઘરમાં પ્રસરી
વડોદરાના ખોડિયાર નગર વિસ્તારમાં સયાજીપુરા ટાંકી આવેલી છે. આ ટાંકી પાસે વિનાયક રેસીડેન્સીમાં કિરણભાઇ રાણા રહેતા હતા. તેઓની તબિયત નાદુરસ્ત હોવાથી તેઓ કેટલાક સમયથી નોકરીએ જતા ન્હતા, અને ઘરે જ રહેતા હતા. શનિવારે પણ તેઓ નિત્યક્રમની જેમ ઘરે હતા. દરમિયાન તેમના મકાનમાં રાખેલા એસીમાં આગ લાગી હતી. આ આગ જોતજોતામાં ઘરમાં પ્રસરી હતી. જેને પગલે ઘરમાંથી ધૂમાડા નીકળવાના શરૂ થઇ ગયા હતા. ઘટનાને પગલે આસપડોશના લોકો દોડી આવ્યા હતા.
વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી
ત્યાર બાદ સ્થાનિકોએ ઘરમાં ઘૂસીનો જોયું તો કિરણભાઇ રાણા આગમાં ભડથું થયેલા મળી આવ્યા હતા. ઘટનાને પગલે વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે. ઘટના અંગે જાણ કરવામાં આવતા ફાયર અને પોલીસ વિભાગના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. એસીમાં આગ લાગવા પાછળનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
લોકોએ ભેગા મળીને અંદર પ્રવેશ કર્યો
સમગ્ર મામલે સ્થાનિકે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, મારા પત્નીએ મને જાણ કરી કે પાડોશીના મકાનમાંથી ધૂમાડા નીકળી રહ્યા છે. જે બાદ આજુબાજુના લોકોએ ભેગા મળીને અંદર પ્રવેશ કર્યો હતો. ત્યાં જઇને જોયું તો રહીશ દાઝેલી હાલતમાં મૃત્યું પામ્યા હતા.
આ પણ વાંચો --- VADODARA : SRP ગ્રુપ-9 ના સ્ટોર રૂમમાં ભીષણ આગથી મોટું નુકશાન


