VADODARA : લાપતા યુવકની કાર નદીમાં તરતી મળી આવી
- વડોદરાના દરજીપુરાનો યુવક લાપતા બનતા પોલીસ ફરિયાદ નોંધાઇ
- પોલીસ યુવકની શોધખોળ કરતી હતી દરમિયાન તેની કાર તરતી મળી આવી
- મહિસાગર નદીમાંથી યુવકની કાર રેસ્ક્યૂ કરાઇ
- હાલની સ્થિતીએ લાપતા યુવકની શોધખોળ તેજ કરાઇ
VADODARA : વડોદરા શહેરના દરજીપુુરા વિસ્તારમાં રહેતો યુવક લાતપા બનતા હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. જે બાદ પોલીસે યુવકને શોધી કાઢવાના પ્રયત્નો તેજ કર્યા હતા. આ ઘટના બાદ આજે મળસ્કે લાપતા યુવકની કાર મહીસાગર નદીમાંથી મળી આવી છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. બાદમાં પોલીસ અને ફાયરના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા. જે બાદ કારનું રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવી હતી. ઘટનામાં યુવક હજી પણ લાપતા છે. આ બાદ પરિજનોની ચિંતામાં વધારો થયો છે.
ઘટના અંગે જાણ થતા પોલીસ અને ફાયરના જવાનો સ્થળ પર પહોંચ્યા
વડોદરા શહેરના દરજીપુરા આરટીઓ પાસે આવેલા મહાદેવ ફળિયામાં દિપેનકુમાર મુકેશભાઇ પટેલ નામનો યુવક રહેતો હતો. તે લાપતા બનતા પરિજનોએ હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ યુવકની શોધખોળ તેજ કરવામાં આવી હતી. આ ઘટના બાદ અચાનજ આજે સવારે મળસ્કે યુવકની કાર અનગઢ નજીકથી પસાર થતી મહીસાગર નદીમાંથી મળી આવી હતી. ઘટના અંગે જાણ થતા પોલીસ અને ફાયરના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા. અને કારનું રેસ્ક્ચૂ કરવામાં આવ્યું હતું. સાથે જ દિપેનની ભાળ મેળવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા હતા.
ઘટનાને પગલે પરિજનો ચિંતિત છે
હાલની સ્થિતીએ કારનું રેસ્ક્યૂ કરીને તેને હરણી પોલીસ મથક ખાતે લાવવામાં આવી છે. પરંતુ લાપતા યુવકની હજી સુધી પોલીસને કોઇ ભાળ મળી નથી. જેને પગલે પરિજનો ચિંતીત છે. પોલીસે કારમાંથી કોઇ કડી શોધવાની સાથે અન્ય પાસાઓને ધ્યાને રાખીને લાપતા યુવકની શોધખોળ તેજ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો --- VADODARA : ભાજપના કોર્પોરટની હકાલપટ્ટી પાછળ ધારાસભ્યની ભૂમિકાનો આરોપ


