VADODARA : કેન્દ્રિય યુવા અને રમત મંત્રાલય હસ્તકની સલાહકાર સમિતિમાં સાંસદની વરણી
VADODARA : ભારત સરકારના (GOVERNMENT OF INDI) સંસદીય બાબતોને લગતા મંત્રાલય - મિનિસ્ટ્રી ઓફ પાર્લામેન્ટરી અફેર્સ (MINISTRY OF SPORTS, PARLIAMENTARY AFFAIRS) દ્વારા શહેરના યુવા સાંસદ ડો. હેમાંગ જોષી (VADODARA MP DR. HEMANG JOSHI) ની મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સની સલાહકાર સમિતિના સભ્ય તરીકે વરણી કરવામાં આવી છે.
આ બાબત આવકાર્ય અને આનંદદાયી
કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા અને રમત ગમત વિભાગના મંત્રી ડો. મનસુખ માંડવીયા (MINISTER OF LABOUR AND EMPLOYMENT, MANSUKH MANDAVIYA) ના અધ્યક્ષપદે રચાયેલી આ સમિતિમાં 13 સંસદ સભ્યો તથા બે ઉચ્ચ સરકારી અધિકારીઓ સહિત કુલ 15 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ શહેરના સાંસદ ડો. હેમાંગ જોષીની ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયની ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય તરીકે પણ વરણી કરવામાં આવી છે. વડોદરા શહેર જિલ્લા તથા મધ્ય ગુજરાત ઉપરાંત સમગ્ર રાજ્ય માટે આ બાબત આવકાર્ય અને આનંદદાયી લેખાઈ રહી છે.
વિકસિત ભારત બનાવવાના લક્ષમા યોગદાન આપવાની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર
સાંસદ ડોક્ટર હેમાંગ જોષીએ આ બાબતને આનંદદાયી તરીકે ગણાવી દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2047 સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવાના લક્ષમા યોગદાન આપવાની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. યુવા અને ખેલ મંત્રાલય હસ્તકની આ વિશેષ સલાહકાર સમિતિમાં દેશના વિવિધ ભાગોનું પ્રતિનિધિત્વ કરતા નવ સંસદ સભ્યો તથા રાજ્યસભાના ચાર સાંસદો ઉપરાંત અન્ય બે ઉચ્ચ કેન્દ્રીય સરકારી અધિકારીઓની પણ વરણી કરવામાં આવી છે.
ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ કરવાની તકો વધુ ઉજળી થવાનો આશાવાદ
શહેરના સાંસદની સલાહકાર સમિતિમાં સભ્ય તરીકે વરણી થતા વડોદરા શહેર જિલ્લા ઉપરાંત સમગ્ર રાજ્યના યુવાનો માટે રમતગમત અને અન્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ કરવાની તકો વધુ ઉજળી થવાનો આશાવાદ સેવાઈ રહ્યો છે.
આ પણ વાંચો -- VADODARA : સયાજીબાગ ઝૂમાં નવા મહેમાનોનું આગમન જારી, ત્રણ વન્યજીવોનો ઉમેરો


