VADODARA : જન્મદિવસે સાંસદ ડો. હેમાંગ જોષીનો ગૌ પ્રેમ છલકાયો
VADODARA : આજે વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષી (VADODARA MP - DR. HEMANG JOSHI) નો જન્મદિવસ છે. તે નિમિત્તે તેમના પરિજન દ્વારા શ્રવણ સેવા ફાઉન્ડેશન સાથે મળીને ગૌ માતા તથા નંદીજી મહારાજને 8 પ્રકારના વિવિધ ભોજન જમાડ઼્યા છે. અને પોતાના હ્રદયમાં સમાયેલી ગૌ સેવા પ્રત્યેની પ્રતિતિ કરાવી છે. સયાજીપુરા પાંજરાપોળમાં આશરો લેતા ગૌ માતા અને નંદીજી મહારાજને ભરપેટ ભોજનસેવા જમાડવામાં આવી છે. સંસ્થાના ફાઉન્ડર નીરવ ઠક્કર દ્વારા સાંસદના પરિવાર તથા તેમના શુભેચ્છકો દ્વારા કરવામાં આવેલા ગૌ સેવાના પ્રયાસોની સરાહના કરે છે. અને સાંસદ ડો. હેમાંગ જોષીની ઉત્તરોત્તર રાજકીય પ્રગતિ માટે મંગલકામના કરે છે.
માતા વિનાના વાછેરા માટે દુધથી લઇને વિવિધ ભોજન પીરસાયા
સંસ્કારી નગરી વડોદરાને યુવા સાંસદ ડો. હેમાંગ જોષીનું નેતૃત્વ પ્રાપ્ત થયું છે. દેશના ટોપ 5 યુવા સાંસદના લિસ્ટમાં તેઓ સમાવિષ્ટ છે. ડો. હેમાંગ જોષીના જન્મદિવસ નિમિત્તે તેમના ધર્મપત્ની. ડો. મેઘનાબેન જોષી, ભાઇ પ્રકાશભાઇ જોષી તથા તેમના શુભેચ્છકો દ્વારા અનોખું સેવાકાર્ય હાથ ધરવામાં આવ્યું છે. તેમણે શ્રવણ સેવા ફાઉન્ડેશન સાથે મળીને પાંજરાપોળમાં આશરો લેતા માતા વિનાના વાછેરા માટે દુધથી લઇને ગૌ માતા તથા નંદીજી મહારાજને લીલુ ઘાસ, રોટલી, ગોળ, વિવિધ પ્રકારના ફળો, શાકભાજી, ઔષધિય લાડું, ડ્રાયફ્રુટ ઘૂઘરી, પૌષ્ટિક આહારની ભોજનસેવા પૂરી પાડી છે.અને નંદીજી મહારાજ અને ગૌ માતા તથા તેમનામાં વાસ કરતા 33 કોટી દેવી-દેવતાઓના આશિર્વાદ પ્રાપ્ત કર્યા છે. હાલ સંસદનું સત્ર ચાલતું હોવાથી ડો. હેમાંગ જોષી દિલ્હી છે. દરમિયાન તેમણે ગૌ સેવાને વીડિયોના માધ્યમથી નીહાળીને વર્ચ્યુઅલ આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા. અને ગૌસેવાના અનોખા કાર્ય અંગે પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો.
તેમનામાં વાસ કરતા તમામ દેવી-દેવતાઓ રાજી થાય
શ્રવણ સેવા ફાઉન્ડેશનના નીરવ ઠક્કર જણાવે છે કે, સાંસદ ડો. હેમાંગ જોષીના જન્મદિવસ નિમિત્તે તેમના પરિજનો તથા શુભેચ્છકો ગૌ સેવામાં જોડાયા તે ખુબ સરાહનીય વાત છે. ગૌ માતામાં 33 કોટી દેવી-દેવતાઓનો વાસ છે, ગૌ માતાની સેવા કરવાથી તેમનામાં વાસ કરતા તમામ દેવી-દેવતાઓ રાજી થાય છે. અને તેમના આશિર્વાદ પ્રાપ્ત થાય છે. ડો. હેમાંગ જોષી ના પરિવારના પ્રયાસો અન્યને પણ ગૌ માતા અને નંદીજી મહારાજની સેવા માટે પ્રેરશે તેવી અમને આશા છે.
આશ્રિત બહેનોના આનંદમાં ઉમેરો કર્યો
આ સાથે જ જન્મદિવસની ઉજવણી પરંપરાથી પર થઈ સમાજ માટે ઉપયોગી અને રચનાત્મક કહી શકાય તે પ્રકારે કરવાની ઉદાત્ત ભાવનાથી પ્રેરાઈ સાંસદ ડો. હેમાંગ જોષીએ શહેરના નારી સંરક્ષણ ગૃહ ખાતે આશ્રિત બહેનોને કચ્છ ભુજનો યાદગાર અને અવિસ્મરણીય બને તેવો પ્રવાસ કરાવ્યો હતો. મોટી સંખ્યામાં પ્રવાસમાં જોડાયેલી આશ્રિત બહેનોએ યાદગાર પ્રવાસનો ભરપેટ આનંદ માણી માનસિક સ્વસ્થતા અને હળવાશની અનુભૂતિ કરી હતી. મનગમતા ત્રિવિધ ફરસાણ અને રસઝરતા પકવાનો સાથેના નાસ્તા અને ભોજનની મીજબાનીએ આશ્રિત બહેનોના આનંદમાં ઉમેરો કર્યો હતો.
આ પણ વાંચો --- VADODARA : રક્તપિત્તનો પ્રિવેલેન્સ રેશિયો 0.67 ટકા, ડિસે.માં 229 દર્દીઓ મળ્યા


