Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : BRICS સંમેલન માટે એકમાત્ર સાંસદ ડો. હેમાંગ જોષીની પસંદગી

VADODARA : BRICS માં બ્રાઝિલ , રશિયા , ભારત , ચીન , દક્ષિણ આફ્રિકા , ઈરાન , ઈજીપ્ત , ઈથોપિયા અને સંયુક્ત આરબ અમીરાત દેશોનો સમાવેશ થાય છે
vadodara   brics સંમેલન માટે એકમાત્ર સાંસદ ડો  હેમાંગ જોષીની પસંદગી
Advertisement

VADODARA : દુનિયભરમાં નામનાપ્રાપ્ત પ્રતિષ્ઠિત ફોરમ BRICS ના સંમેલન માટે એકમાત્ર વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષી (VADODARA MP - DR. HEMANG JOSHI) ની પસંદગી કરવામાં આવી છે. માસના અંતે તેઓ રશિયાના મોસ્કોની મુલાકાતે જનાર હોવાનું હાલ તબક્કે જાણવા મળી રહ્યું છે. વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષીની અગાઉ અનેક કમિટીઓમાં નિમણુંક કરવામાં આવી હતી. સામાન્ય રીતે એક સાંસદને એક જ કમિટીમાં સ્થાન મળતું હોય છે. આ જોતા ડો. હેમાંગ જોષીનો પ્રભાવ દિવસેને દિવસે વધી રહ્યો હોવાનું સાબિત થઇ રહ્યું છે.

ટ્રેડિશનલ અને કલ્ચરલ વેલ્યૂઝ પર આયોજિત થીમના કાર્યક્રમમાં હાજર રહેશે

BRICS 9 દેશોને સાંકળતું એક પ્રતિષ્ઠિત ફોરમ છે. જેમાં વેપાર, સંસ્કૃતિ તથા અન્ય મહત્વની વાતોના અદાનપ્રદાન પર જોર આપવામાં આવે છે. BRICS માં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, ઈરાન, ઈજીપ્ત, ઈથોપિયા અને સંયુક્ત આરબ અમીરાત દેશોનો સમાવેશ થાય છે. જેમાં ભારતનું સ્થાન મહત્વનું છે. તાજેતરમાં BRICS ફોરમની રશિયાના મોસ્કોમાં એક સમિટ યોજાવવા જઇ રહી છે. જેમાં ભાગ લેવા માટે દેશભરમાંથી વડોદરાના એકમાત્ર સાંસદ ડો. હેમાંગ જોષીની પસંદગી કરવામાં આવી છે. ડો. હેમાંગ જોષી BRICS સમિટમાં ટ્રેડિશનલ અને કલ્ચરલ વેલ્યૂઝ પર આયોજિત થીમના કાર્યક્રમમાં હાજર રહેશે.

Advertisement

ડો. હેમાંગ જોષીને એક થી વધુ પાર્લામેન્ટ્રી કમિટીમાં સ્થાન મળ્યું છે

ઉપરોક્ત કાર્યક્રમમાં ભાગ લેવા માટે તેઓ મહિનાના અંતે રશિયાના મોસ્કોમાં જનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. સામાન્ય રીતે એક સાંસદને એક જ કમિટીમાં સ્થાન મળે છે, તેની સામે વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષીને એક થી વધુ પાર્લામેન્ટ્રી કમિટીમાં સ્થાન મળ્યું છે. અને હવે BRICS સમિટમાં ભાગ લેવા માટે એકમાત્ર સાંસદ તરીકે તેમના નામની પસંદગી કરવામાં આવી છે. જે તેમને વધતા જતા પ્રભાવને સમજવા માટે પુરતું છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : પ્રથમ વખત દર્દીને એર એમ્બ્યુલન્સથી મુંબઇ શિફ્ટ કરાયા

Tags :
Advertisement

.

×