VADODARA : સાંસદની રજુઆત રંગ લાવી, તહેવાર ટાણે વધુ 7 ટ્રેનો દોડશે
VADODARA : આગામી દીપોત્સવી (DIWALI - 2024) ના પર્વ દરમિયાન મધ્ય ગુજરાત (CENTRAL GUJARAT) ના રેલ પ્રવાસીઓના સંભવિત ધસારાને પહોંચી વળવા રેલ તંત્રએ વડોદરા (VADODARA) થી વધારાની વધુ સાત સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે. રેલ પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને યુવા સાંસદ ડો. હેમાંગ જોષી (VADODARA MP DR. HEMANG JOSHI) એ રેલતંત્રને તહેવાર દરમિયાન વિશેષ આયોજન કરવા સૂચન કર્યું હતું. સાંસદના સૂચનનો રેલતંત્રએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. આ ટ્રેનોમાં રેલ પ્રવાસીઓને સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ તેમજ જનરલ સેકન્ડ ક્લાસના કોચની સુવિધા મળી રહેશે.
રેલ મુસાફરી આનંદ અને આરામદાયી રહેશે
આ સાત સ્પેશિયલ ટ્રેનોમાં અમદાવાદથી પટના તથા પટનાથી અમદાવાદ, અમદાવાદથી ગ્વાલિયર તથા ગ્વાલિયરથી અમદાવાદ, વડોદરાથી સિયાલદહ તથા સિયાલદહથી વડોદરા, અમદાવાદથી દાનાપુર તથા દાનાપુરથી અમદાવાદ, વડોદરાથી મઉ તથા મઉથી વડોદરા તેમજ વડોદરાથી ગોરખપુર તથા ગોરખપુર થી વડોદરા વચ્ચે દોડતી ટ્રેનોનો સમાવેશ થાય છે. તહેવારોની મોસમ દરમિયાન વધુ સાત સ્પેશિયલ ટ્રેનો દોડાવવાના આયોજનને પગલે પ્રવાસીઓની રેલ મુસાફરી આનંદ અને આરામદાયી થવાની સાથે તે સુવિધામય પણ બની રહેશે તેવો આશાવાદ યુવા સાંસદ ડો. હેમાંગ જોષીએ વ્યક્ત કર્યો હતો.
આ રૂટ પરના મુસાફરોને ફાયદો થશે
અમદાવાદ-પટના ટ્રેન જતા આવતા માર્ગ ઉપર નડિયાદ, છાયાપૂરી રતલામ, ઉજ્જૈન, સંત હિરદારામ નગર, બીના જંકશન, દમોહ, કટની મોરવારા, સતના, માનેકપુર, પ્રયાગરાજ ચોકી, પંડિત દિનદયાલ ઉપાધ્યાય જંકશન બકસર, આરા તથા પટના જંકશન પર સ્ટોપેજ કરશે. અમદાવાદ ગ્વાલિયર ટ્રેન જતા આવતા આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન મકસી ગુના તથા શિવપુરી ખાતે સ્ટોપેજ કરશે. વડોદરા સિયાલદહ ટ્રેન બંને માર્ગ પર વડોદરા ગોધરા, રતલામ, કોટા,શ્રી મહાવીરજી,આગરા કિલા ટુંડલા જંકશન, કાનપુર સેન્ટ્રલ, પ્રયાગરાજ જંકશન, પીટી દિન દયાલ ઉપાધ્યાય, બક્સર આરા પટના જંકશન, ભક્તિયારપુર જંકશન, મોકામાં જંકશન, કીઉલ જંકશન, મધુપુર જંકશન, ચિત્તરંજન, આસનસોલ જંકશન, દુર્ગાપુર, વર્ધમાન જંક્શન તથા સિયાલદહ ખાતે સ્ટોપેજ કરશે.
વધુ રૂટની માહિતી વિગતવાર
અમદાવાદ દાનાપુર ટ્રેન નડિયાદ, છાયાપુરી, રતલામ, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સીટી, હિંડોન સીટી, ભરતપુર જંકશન, મથુરા જંક્શન, કાસગંજ, ફરુખાબાદ, કાનપુર સેન્ટ્રલ, લખનઉ એન આર, સુલતાનપુર, જોનપુર સીટી, વારાણસી જંકશન, પંડિત દિન દયાલ ઉપાધ્યાય, બગસરા, આરા તથા દાનાપુર ખાતે સ્ટોપેજ કરશે. વડોદરા-મઉ ટ્રેન ગોધરા, રતલામ, કોટા, બયાનાં જંકશન, આગ્રા કિલ્લા, ટુંડલા જંકશન, કાનપુર સેન્ટ્રલ, લખનઉ એન આર, સુલતાનપુર, વારાણસી જંકશન, મઉ જંકશન ખાતે સ્ટોપેજ કરશે. તેવી જ રીતે વડોદરા ગોરખપુર ટ્રેન જતા આવતા ગોધરા, રતલામ, કોટા, સવાઇ માધોપુર, ગંગાપુર સીટી, ભરતપુર જંકશન, આગરા કિલ્લા, ટુંડલા જંકશન, સિકોહાબાદ જંકશન, મેન પુરી, ફરૂખાબાદ જંકશન, કાનપુર સેન્ટ્રલ, માનક નગર જંકશન, ગોંડા જંકશન બસ્તી તથા ગોરખપુર ખાતે સ્ટોપેજ કરશે.
આ પણ વાંચો -- VADODARA : પિત્ઝા કરતા જલ્દી આધાર કાર્ડની "ડિલીવરી", 15 મીનીટમાં મળ્યું ઓળખપત્ર


