VADODARA : કરજણ ટોલ નાકા પર ટેક્સમાં ભાવ વધારા સામે સાંસદનો કેન્દ્રિય મંત્રીને પત્ર
VADODARA : વડોદરા (VADODARA) નજીક કરજણ ટોલ પ્લાઝા (KARJAN TOLL PRICEK HIKE) પર હાલમાં કરાયેલા ટોલ વધારા મુદ્દે કેન્દ્રિય માર્ગ તથા પરિવહન મંત્રી નીતિન ગડકરી (Minister of Road Transport and Highways of India - Nitin Gadkeri) ને વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષી (Vadodara MP - Dr. Hemang Joshi) એ રજૂઆત કરી છે. તેમણે પત્ર લખીને ભાવ વધારાની સમીક્ષા કરીને સુધારો કરવા કરવા માટે કેન્દ્રિય મંત્રીનું ધ્યાન દોર્યું છે. હવે આ મામલે વાહન ચાલકોના હિતમાં ક્યારે નિર્ણય લેવામાં આવે છે તે જોવું રહ્યું.
વધારાએ ચાલકોને મુશ્કેલીમાં મુકી દીધા
25 નવેમ્બરથી વડોદરા-ભરૂચ રૂટ પર ટોલ ટેક્સમાં અચાનક અને ભારે વધારો કરવામાં આવ્યો છે. જેમાં મુસાફરી માટેના ચાર્જ રૂપિયા 155થી વધીને 230 થઈ ગયા છે. આ વધારાએ ચાલકોને મુશ્કેલીમાં મુકી દીધા છે. જે મામલે હવે લોકોની સમસ્યા કેન્દ્રિય મંત્રી Minister of Road Transport and Highways of India - Nitin Gadkeri) સુધી પહોંચાડવા માટે વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષી (Vadodara MP - Dr. Hemang Joshi) આગળ આવ્યા છે.
ટોલ ટેક્સમાં 50 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો
તેમણે રજુઆત કરતા કેન્દ્રિય મંત્રી Minister of Road Transport and Highways of India - Nitin Gadkeri) ને જણાવ્યું છે કે, છેલ્લા એક મહિનાથી અચાનક કરજણ ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સમાં 50 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો હતો, જેને દૈનિક વડોદરા થી ભરૂચ-સુરત જતા 1 લાખ કરતાં વધારે નાગરિકોને ભોગવવું પડી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. વિસ્તારના ઘણાં નાગરિકોની રજૂઆતને ધ્યાને લઈને કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીને રુબરુ મુલાકાત કરી પત્ર આપી ને રજૂઆત કરી છે.
મંત્રીનું ધ્યાન દોર્યું
આ સાથે જે નાગરીકો ૨૪ કલાક માં બે કરતા વધારે વખત થી આ ટોલ પ્લાઝા થી પસાર થતા એમના માટે નો દર માં પણ વધારો કરવામાં આવ્યો છે, જે બાબતે પણ માનનીય મંત્રીનું ધ્યાન દોર્યું હતું. હવે આ મામલે કેન્દ્રિય મંત્રી Minister of Road Transport and Highways of India - Nitin Gadkeri) સુધી રજુઆત પહોંચ્યા બાદ કેટલા સમયમાં કોઇ રાહતના સમાચાર આવે છે, તે જોવું રહ્યું.
આ પણ વાંચો -- VADODARA : સ્ટ્રીટ લાઇટની સમસ્યા નહીં ઉકેલાતા કેબિનમાં જૂતા-ચપ્પલનો હાર પહેરાવ્યો


