VADODARA : ઐતિહાસિક વારસાની જાળવણી માટે હેરિટેજ વિભાગની રચના કરવાનું સૂચન
VADODARA : વડોદરા (VADODARA) પાસે ઐતિહાસિક વારસાનો ખજાનો છે. પરંતુ તેની જાળવણીમાં તંત્ર ઉણું ઉતરી રહ્યું છે. એટલું જ નહીં અણદેખી થવાના કારણે કેટલીક ઐતિહાસિક ઇમારજો જર્જરિત થવાના આરે છે. આવી જ દશા વડોદરાના જાણીતા માંડવી દરવાજાની થઇ છે (HISTORIC MANDVI GATE - VADODARA) . જે બાદ વડોદરાના યુવા સાંસદ ડો. હેમાંગ જોષી દ્વારા વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુને પત્ર લખીને સૂચન કરવામાં આવ્યા છે. જેમાં પાલિકામાં ફ્યૂચરિસ્ટિક સેલની જેમ હેરિટેજની જાળવણી માટે પણ અલાદયો સેલ ઉભો કરવા જણાવાયું છે.
કોઇ કાયમી ઉકેલા લાવવામાં આવે
સાંસદ ડો. હેમાંગ જોષીએ મ્યુનિસિપલ કમિશનરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, હાલ તબક્કે માંડવી સાઇટના રિસ્ટોરેશનની ચર્ચા થઇ રહી છે. તે બાબતે કોઇ પણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાંતો અને હેરિટેજ કન્ઝર્વેશન એક્સપર્ટ જોડે મળીને કોઇ કાયમી ઉકેલા લાવવામાં આવે, આ સમગ્ર પ્રક્રિયામાં પુરાતત્વ વિભાગના સુચનો તથા માપદંડોને ધ્યાને લેવામાં આવે સાથે જ આ કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે બાબતે સૂચન છે.
વડાપ્રધાન મોદીનું વિકાસ ભી વિરાસત ભીનું સુત્ર ચરિતાર્થ કરી શકાશે
વધુમાં જણાવ્યું કે, સાથે જ વડોદરામાં ઘણા હેરિટેજ સ્થળો આવેલા છે. ફ્યુચરિસ્ટિક સેલ પહેલાથી જ અન્ય કાર્યોમાં વ્યસ્ત છે. જેથી તે તમામ કામગીરીને જોઇએ તેવી પ્રાથમિકતા ના આપી શકે તેવું પણ બને. આવનાર સમયમાં ડે. મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારી હેઠળ પાલિકામાં હેરિટેજ વિભાગ બને તેવું સૂચન સ્વિકાર કરો, જેથી હેરિટેજ કન્ઝર્વેશન પર સારૂ અને પ્રોએક્ટિવ કામ થઇ શકે. આમ કરવાથી વડોદરાની જનતા વડાપ્રધાન મોદીનું વિકાસ ભી વિરાસત ભીનું સુત્ર ચરિતાર્થ કરી શકાશે તેવી લાગણી તેમણે વ્યક્ત કરી છે.
આ પણ વાંચો --- VADODARA : NCD ની મેગા ડ્રાઇવમાં હાઇપરટેન્શન અને ડાયાબીટીસના 20 હજાર કેસ મળ્યા


