Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : MSU માં ATKT ની પરીક્ષામાં વોશરૂમ કાપલીઓથી ઉભરાયું

VADODARA : વોશરૂમમાં કાપલીઓ ઉભરાતા જો તેનો સમયસર નિકાલ કરવામાં નહીં આવો તો લાઇન ચોકઅપ થવાની શક્યતાઓ નકારી શકાય નહીં
vadodara   msu માં atkt ની પરીક્ષામાં વોશરૂમ કાપલીઓથી ઉભરાયું
Advertisement

VADODARA : વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં એટીકેટીની પરીક્ષા ચાલી રહી છે. તે દરમિયાન વોશરૂમ કાપલીઓથી ઉભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મોટા પાટે લખાણની ચીઠ્ઠીઓનો વોશરૂમમાં નિકાલ કરવામાં આવ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. બોય્ઝ વોશરૂમમાં એટલીબધી કાપલીઓ છે કે, જો તેનો નિકાલ કરવામાં નહીં આવો તો નાની લાઇન ચોકઅપ થઇ શકે છે. આ તકે પરીક્ષામાં ચોરી રોકવા માટે કાર્યરત ફ્લાઇંગ સ્કવોર્ડ શું કામગીરી કરતી હતી, તેની સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. (MSU BOYS BATHROOM FLOODED WITH EXAM CHEAT SHEET - VADODARA)

Advertisement

મોટાપાયે કાપલીબાજી કરી

તાજેતરમાં મહારાવ મહારાજા સયાજીરાવ યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં બીકોમના પાંચમાં સેમેસ્ટરની એટીકેટીની પરીક્ષાનું આયોજન હતું. જેમાં વિદ્યાર્થીઓએ મોટાપાયે કાપલીબાજી કરી હોય તેમ લાગી રહ્યું છે. આ પરીક્ષા દરમિયાન બોય્ઝ વોશરૂમ કાપલીઓથી ઉપરાયું હોય તેવા દ્રસ્યો જોવા મળ્યા હતા. બોય્ઝ વોશરૂમમાં જ્યાં જુઓ ત્યાં કાપલી જ કાપલીઓ નજરે પડી હતી.

Advertisement

એક સમયે ફ્લાઇંગ સ્કવોર્ડનો ભારે ડર હતો

યુનિ.માં પરીક્ષા ટાણે ચોરી રોકવા માટે ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા ચેકીંગ કરવામાં આવતું હોય છે. એક સમયે ફ્લાઇંગ સ્કવોર્ડનો ભારે ડર હતો. પરંતુ હવે પરિસ્થિતીઓ બદલાઇ હોવાની સાબિતી આપતા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ ઘટનાક્રમ વચ્ચે યુનિ.માં જે વિદ્યાર્થીઓ નિયમીત આવે છે, અને મહેનત કરે છે, તેમની જોડે અન્યાય થઇ રહ્યો હોવાની લાગણી વિદ્યાર્થી નેતા દ્વારા મીડિયા સમક્ષ વ્યક્ત કરવામાં આવી હતી.

આ પણ વાંચો --- VADODARA : રોડ પરના જોખમી કટ અંગેનો રિપોર્ટ સોંપાયો, 25 સ્થળે કાર્યવાહી

Tags :
Advertisement

.

×