VADODRA : MSU માં ભણતી બાંગ્લાદેશી વિદ્યાર્થીનીએ જીવન ટુંકાવ્યું
VADODARA : વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (VADODARA - MSU) માં ભણતી મૂળ બાંગ્લાદેશની વિદ્યાર્થીનીએ અગમ્ય કારણોસર આજે જીવન ટુંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. હાલમાં વિદ્યાર્થીનીની પરીક્ષા ચાલી રહી છે. તે પરીક્ષામાં ગેરહાજર હતી. જેથી અન્ય બાંગ્લાદેશી વિદ્યાર્થીનીએ તેના ઘરે જઇને તપાસ કરતા આ હકીકત સામે આવી હતી. જે બાદ યુનિ. સત્તાધીશોનો જાણ થતા ઇન્ચાર્જ ડીન તથા અન્ય એસએસજી હોસ્પિટલ દોડી આવ્યા હતા.
અંદર જોતા તેનો લટકતો મૃતદેહ મળી આવ્યો
એસીપી અશોક રાઠવાએ મીડિયાને જણાવ્યું કે, મોહના મન્ડોર (ઉં. 20) (રહે. બાંગ્લાદેશ) (હાલ રહે. નર્મદા એપાર્ટમેન્ટ, નવરંગ સીનેમા, વડોદરા) વડોદરામાં રહેતી હતી. અને ગઇ કાલે તેણે અગમ્યકારણોસર ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું હતું. તેના મિત્રએ આવતા તેણે દરવાજો ખોલ્યો ન્હતો. જેથી અંદર જોતા તેનો લટકતો મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.
તેના અક્ષરોમાં સ્યુસાઇડ નોટ લખવામાં આવી
વધુમાં જણાવ્યું કે, આ યુવતિ મહારાજા સયાજીરાવ યુનિ.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. અને સપ્ટેમ્બર માસમાં તે બાંગ્લાદેશમાંથી ભારત આવી હતી. આજે તેની પરીક્ષા હતી. જેમાં તે ગેરહાજર રહી હતી. તેની પાછળ બેસતી વિદ્યાર્થીની બાંગ્લાદેશી હતી. તે ગેરહાજર રહેતા તેણે બિલ્ડીંગમાં તપાસ કરી હતી. આમાં સ્યુસાઇડ નોટ મળી આવી છે. જેમાં તેણે કોઇના પર આક્ષેપો કર્યા નથી. તેના હાથે લખવામાં આવેલા અક્ષરોમાં સ્યુસાઇડ નોટ લખવામાં આવી છે. આ ઘટના અંગે તેના માતા-પિતાને જાણ કરી દેવામાં આવી છે. તે ડિપ્રેશનમાં હતી કે કેમ તે તપાસનો વિષય છે.
આના માટે મને કોઈએ ઉશ્કેરી નથી
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, નોટમાં હું જાણું છું કે હું શું કરું છું. આના માટે મને કોઈએ ઉશ્કેરી નથી, લખ્યું હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ વિદ્યાર્થીની મિત્રએ મીડિયાને જણાવ્યું કે, તેને ભણવામાં સમજ નહીં પડતી હોવાના કારણે તે તાણ અનુભવતી હતી. તેમ મૃકતે તેની મિત્રને કહ્યું હતું.
આ પણ વાંચો --- VADODARA : લોકોના કામ નહીં કરતા અધિકારીઓ કોર્પોરેટરની રડારમાં


