VADODARA : MSU માં વિદ્યાર્થીનું પેપર ખેંચી લેતા વિવાદ
VADODARA : વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU - VADODARA) માં ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થીનું પેપર ખેંચી લેવામાં આવ્યું હોવાની ઘટનાને પગલે હોબાળો મચી જવા પામ્યો છે. આ અંગે પૂર્વ વિદ્યાર્થીનેતા દ્વારા કોમર્સ ફેકલ્ટીના ડીનને મળીને ઉગ્રસ્વરે રજુઆત કરી છે. વિદ્યાર્થી નેતાની ઉગ્ર રજુઆત બાદ ફેકલ્ટી સત્તાધીશોએ યોગ્ય નિર્ણય લેવાની બાંહેધારી આપી છે. જે બાદ વિદ્યાર્થીઓનો રોષ શાંથ થતો જોવા મળી રહ્યો છે.
બંને પક્ષેને સાંભળીને વિદ્યાર્થીના હિતમાં યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી
હાલ મહારાજા સયાજીરાવ યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં પરીક્ષા ચાલી રહી છે. આજરોજ એફવાય બીકોમની પરીક્ષા દરમિયા એક વિદ્યાર્થીનું પેપર શિક્ષકે ખેંચી લીધું હોવાનો આરોપ મુકવામાં આવી રહ્યો છે. આમ કરવા પાછળનું કારણ વિદ્યાર્થી બાજુમાંથી જોઇને પરીક્ષા આપી રહ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું. આખરે આ મામલો તુલ પકડતા ફેકલ્ટી ડીન સુધી પહોંચ્યો હતો.અને તેમણે આ મામલે બંને પક્ષેને સાંભળીને વિદ્યાર્થીના હિતમાં યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
કોઇ પણ વિદ્યાર્થીનું ભવિષ્ય ના બગડે તેનું ધ્યાન રાખવામાં આવે
પૂર્વ વિદ્યાર્થી નેતા નિખીલ સોલંકીએ મીડિયાને જણાવ્યું કે, મેડમ દ્વારા વિદ્યાર્થીઓનું ચાલુ પરીક્ષાએ બદનામ કર્યું છે. મેડમ દ્વારા જાતીવિષયક શબ્દો બોલીને અપમાન કર્યું હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. આ સાથે અન્ય એક વિદ્યાર્થીનીનું પણ પેપર લઇ લેવામાં આવ્યું છે. કોઇ પણ પ્રકારના કારણ જાણ્યા વગર પેપર કેવી રીતે લઇ શકાય ?. જે શિક્ષક દ્વારા આ રીતે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે, તેમને સસ્પેન્ડ કરવાની અમારી માંગ છે. અમે ડીન સરને જણાવ્યું છે કે, કોઇ પણ વિદ્યાર્થીનું ભવિષ્ય ના બગડે તેનું ધ્યાન રાખવામાં આવે. તેમણે પણ અમને તે અંગેની બાંહેધારી આપી છે. એમકોમમાં ભણતી વિદ્યાર્થીનીને શિક્ષકે કહ્યું કે, હું તને એટીકેટી આપી શકું છું. તું જ્યાં જોબ કરે છે ત્યાં તમે આવીને બતાવીશ. અમે તેમનો વિરોધ કરીશું. અગાઉ આ પ્રકારની ઘટનાનો ભોગ બનેલી વિદ્યાર્થીનીનું કહેવું છે કે, તેને જીવનનો અંત લાવવા સુધીના ખરાબ વિચારો આવ્યા હતા.
અમે તે અંગે યોગ્ય નિર્ણય લઇશું
કોમર્સ ફેકલ્ટીના ડિનનું કહેવું છે કે, વિદ્યાર્થીઓએ મારી પાસે આવીને પોતાની વાત મુકી છે. અમે તે અંગે યોગ્ય નિર્ણય લઇશું, તેવી બાંહેધારી મેં વિદ્યાર્થીઓને આપી છે. કોઇ પણ વિદ્યાર્થીને નુકશાન ના થાય તે રીતે કરીશું. આ પ્રકારના મામલે મારે વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંને પાસેથી જાણવું પડે. મેં સ્ટુડન્ટને સાંભળ્યા છે, હવે અમે શિક્ષકોને પણ સાંભળીશું.
આ પણ વાંચો --- VADODARA : જેલમાંથી એકમાત્ર વિદ્યાર્થીએ ધો. 10 ની પરીક્ષા આપી


