Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બોર્ડની પૂરક પરીક્ષા બાદ MSU ની કોમર્સ ફેકલ્ટી માં એડમિશન શરૂ ન કરાતા વિરોધ

VADODARA : તાજેતરમાં બોર્ડની ધો. 12 ની પૂરક પરીક્ષાના પરિણામો આવ્યા છે. તે બાદ વડોદરા (VADODARA) ની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU - VADODARA) દ્વારા વિદ્યાર્થીઓના એડમિશન માટેની કાર્યવાહી શરૂ ન કરતા આજે અનેક વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે....
બોર્ડની પૂરક પરીક્ષા બાદ msu ની કોમર્સ ફેકલ્ટી માં એડમિશન શરૂ ન કરાતા વિરોધ
Advertisement

VADODARA : તાજેતરમાં બોર્ડની ધો. 12 ની પૂરક પરીક્ષાના પરિણામો આવ્યા છે. તે બાદ વડોદરા (VADODARA) ની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU - VADODARA) દ્વારા વિદ્યાર્થીઓના એડમિશન માટેની કાર્યવાહી શરૂ ન કરતા આજે અનેક વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે. હાલ કોમર્સ ફેકલ્ટીમાં 500 જેટલી બેઠકો ખાલી હોવા છતાં એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં ન આવતા આશ્ચર્ય સર્જાયું છે.

નેતા અને કોમર્સ ડીન વચ્ચેની ઉગ્ર બોલાચાલી

બોર્ડની પૂરક પરીક્ષાના પરિણામો બાદ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હજી સુધી એડમિશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી. આ વાતને લઇને તાજેતરમાં વિદ્યાર્થી નેતા અને કોમર્સ ડીન વચ્ચેની ઉગ્ર બોલાચાલીનો વીડિયો આપણી સામે આવી ચુક્યો છે. તે ઘટના બાદ પણ યુનિ. તંત્ર દ્વારા કોઇ નક્કર પગલાં લેવામાં નહી આવતા આજે ફરી એક વખત યુનિ.માં વિરોધનો વંટોળ શરૂ થયો છે. અને પૂરક પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓ માટેની એડમિશન પ્રક્રિયા ફરી શરુ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

Advertisement

પોલીસ બોલાવી લેવામાં આવી

MSU ના વિદ્યાર્થી સંગઠન AGSU દ્વારા યુનિવર્સિટીની હેડ ઓફીસ જઇને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ NSUI દ્વારા કોમર્સ ફેકલ્ટીના ડીનને અસરકારક રીતે રજુઆત કરવામાં આવી રહી છે. કોમર્સ ડીનને રજુઆત સમયે યુનિ. તંત્ર દ્વારા પોલીસ બોલાવી લેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

500 જેટલી બેઠકો ખાલી પડી

સુત્રોના જણાવ્યા પ્રમાણે, હાલ કોમર્સ ફેકલ્ટીમાં 6700 જેટલા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યા છે. તે બાદ હજી 500 જેટલી બેઠકો ખાલી પડી રહી છે. ત્યારે વહેલી તકે એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવે જેથી પૂરક પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓને તેને લાભ મળી શકે. આ મામલે લાંબા સમયથી રજુઆત અને વિરોધ બાદ હવે યુનિ. તંત્ર શું પગલાં લે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો -- VADODARA : MSU ની લો ફેકલ્ટીના ક્લાસરૂમની છતનો ભાગ કેમ આવો થયો !

Tags :
Advertisement

.

×