VADODARA : MSU ના દિક્ષાંત સમારોહમાં દેશના ઉપરાષ્ટ્રપતિ ઉપસ્થિત રહેવાની શક્યતા
VADODARA : વડોદરા (VADODARA) ની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU - VADODARA) ના દિક્ષાંત સમારોહ (CONVOCATION CEREMONY - MSU- 2024) માં દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ (VICE PRESIDENT OF INDIA JAGDISH DHANKAR) હાજર રહે તેવી પ્રબળ શક્યતાઓ છે. વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષીના પ્રયત્નોથી ઉપરાષ્ટ્રપતિ સંસ્કારી નગરીના મહેમાન બનનાર છે. આ અંગેની મૌખિત સંમતિ મળી ગઇ હોવાનું સુત્રોએ જણાવ્યું છે. વર્ષના અંતિમ દિવસે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનો દિક્ષાંત સમારોહ યોજાવવા જઇ રહ્યો છે.
31 ડિસેમ્બરને ધ્યાને રાખીને તૈયારીઓ કરવામાં આવી
વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં દિક્ષાંત સમારોહ સમયસર ના યોજાવવાના કારણે વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી પડી રહી હતી. અનેક વિદ્યાર્થી સંગઠનો દ્વારા ઉગ્રમાં ઉગ્ર વિરોધ છતાંય યુનિ. તંત્રના પેટનું પાણી હાલતું ન્હતું. આખરે એક વિદ્યાર્થીના વાલીએતો મામલો ગુજરાત હાઇકોર્ટ સુધી લઇ જવો પડ્યો હતો. ત્યાર બાદ તાજેતરમાં યુનિ.ના રજીસ્ટ્રાર દ્વારા અચાનક મીડિયા સમક્ષ પ્રગટ થઇને વર્ષના અંતિમ દિવસ 31 ડિસેમ્બરના રોજ કોન્વોકેશનની તારીખને ધ્યાને રાખીને તૈયારીઓ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. જો કે, તેમણે ચીફ ગેસ્ટના નામને લઇને કોઇ ફોડ પાડ્યો ન્હતો.
મૌખિક સંમતિ દર્શાવવામાં આવી
આખરે વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરા યુનિ.ના દિક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર હાજર રહેનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમના કાર્યાલય દ્વારા આ અંગેની મૌખિક સંમતિ દર્શાવવામાં આવી છે. ટુંક સમયમાં સત્તાવાર જાહેરાત કરશે તેવું યુનિ.સુત્રોનું જણાવવું છે.
યુનિ. સત્તાધીશો દ્વારા ફોડ પાડવામાં આવતો હોય છે
તો બીજી તરફ સૌના આશ્ચર્ય વચ્ચે યુનિ.ના દિક્ષાંત સમારોહના મુખ્ય અતિથી તરીતે લાવવા માટે વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષી દ્વારા ખુબ પ્રયત્નો કરવામાં આવ્યા છે. ઉપરાષ્ટ્રપતિ સાથે તેમણે રૂબરૂ પણ મુલાકાત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. યુનિ.ના દિક્ષાંત સમારોહના મુખ્ય અતિથીના નામ અંગે સામાન્ય રીતે યુનિ. સત્તાધીશો દ્વારા ફોડ પાડવામાં આવતો હોય છે. પરંતુ આ વખતે આ વાતની જાણ સાંસદના નિકટના વ્યક્તિ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : શિક્ષણ સમિતિની શાળાઓમાં રમત-ગમતના મેદાનની ઘટ ચિંતાનો વિષય


