VADODARA : MSU માં દિવાળી વેકેશન ટાણે તંબૂ તણાતા ભારે ચર્ચા જાગી
VADODARA : વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU - VADODARA) માં વેકેશન ટાણે તંબૂ તણાતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. હાલ યુનિ.માં દિવાળી વેકેશન (DIWALI VACATION) ચાલી રહ્યું છે. ત્યારે યુનિ.ની હેડ ઓફીસ પાછળ આવેલા કોન્વોકેશન ગ્રાઉન્ડમાં મોટો ડોમ બાંધવાની તડામાર તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે. જો આ ડોમ કોન્વોકેશન માટેનો હોય તો યુનિ.માં નવો ઇતિહાસ રચાવવા જઇ રહ્યો છે. આજદિન સુધી દિવાળી વેકેશમાં ક્યારે પણ કોન્વોકેશન યોજાયું નથી. હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેશે.
અનેક પ્રકારના તર્ક-વિતર્ક સર્જાયા
વડોદરાની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના હાલના વીસી વિજયકુમાર શ્રીવાસ્તવનો કાર્યકાળ અનેક વિવાદોથી ઘેરાયેલો છે. હવે તેમના કાર્યકાળનો અંત નજીક આવી રહ્યો છે. અને નવા વીસીની શોધ માટે શોધ કમિટીની રચના કરવામાં આવી છે. ત્યારે હાલના વીસીના કાર્યકાળ સાથે વધુ એક વિવાદ જોડાય તો નવાઇ નહીં. હાલ યુનિ.માં દિવાળી વેકેશન ચાલી રહ્યું છે. ત્યારે યુનિ.ના કોન્વોકેશન ગ્રાઉન્ડમાં મોટો ડોમ બાંધવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેને લઇને અનેક પ્રકારના તર્ક-વિતર્ક સર્જાયા છે.
વેકેશનમાં વિદ્યાર્થીઓ અને યુનિ.નો સ્ટાફ પણ રજા પર
અત્યાર સુધી યુનિ.ના વિદ્યાર્થીઓને વેકેશનમાં કોન્વોકેશન યોજીને ડિગ્રી આપવામાં આવી નથી. ત્યારે શું આ ડોમ વેકેશન ટાણે કોન્વોકેશનની તૈયારીઓ ચાલી રહી છે, તેવા સવાલો અનેકના મનમાં છે. વેકેશનમાં વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ યુનિ.નો સ્ટાફ પણ રજા પર હોય છે. ત્યારે આ કામગીરી શરૂ થવાના કારણે અનેકના મનમાં વેકેશન બગડવાનો ભય સતાવી રહ્યો છે. હાલ આ તકે યુનિ. તંત્ર તરફથી કોઇ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી. ત્યારે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેશે.
આ પણ વાંચો -- VADODARA : રેસ્ક્યૂ કરવા જતા મગર મોઢું ફાડીને સામે થયો, એક કલાકે સફળતા મળી


