VADODARA : 'ઘરે જાવું ગમતું નથી', MSU ના પૂર્વ VC નો સંગીતમય વિરોધ
VADODARA : વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિ.ના પૂર્વ વીસી ડો. વિજયકુમાર શ્રીવાસ્તવે રાજીનામું આપ્યા બાદ પણ સત્તાવાર નિવાસ સ્થાને ચીટકી રહ્યા છે. જેને લઇને વિદ્યાર્થી સંગઠન દ્વારા રોજ નિતનવી રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં પૂર્વ વીસીનો ફોટો એક વ્યક્તિના ફેસ પર મુકવામાં આવ્યો છે. અને પાછળથી જાણીતા લોકકલાકાર ગાઇ રહ્યા છે કે, રસીયો રૂપાળો, રંગરેલીયો........ઘરે જાવું ગમતું નથી. (MSU EX VC OPPISE GOES MUSICAL - VIDEO VIRAL, VADODARA)
સાંસદ દ્વારા ઇમેલ પણ લખવામાં આવ્યો
વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિ.ના પૂર્વ વીસી ડો. વિજયકુમાર શ્રીવાસ્તવ લાયકાત વગર લાંબો સમય તેમના પર પર ચીટકી રહ્યા હતા. આખરે મામલો કોર્ટમાં જતા આખરે રાજીનામું આપવું પડ્યું હતું. રાજીનામું આપ્યા બાદ પણ તેઓ સત્તાવાર નિવાસ સ્થાને ચીકટી રહ્યા છે. પૂર્વ વીસીને ગરીમામય રીતે સત્તાવાર નિવાસ સ્થાન છોડવા માટે સાંસદ દ્વારા ઇમેલ પણ લખવામાં આવ્યો હતો. પરંતુ પૂર્વ વીસી બંગ્લો છોડવા તૈયાર જ નથી.
સત્તાવાર બંગ્લાનો મોહ દર્શાવવાનો પ્રયાસ
આ વચ્ચે યુનિ.ના વિદ્યાર્થી સંગઠનો દ્વારા નિતનવી રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિરોધ વધતા માત્ર પૂર્વ વીસીના નામની તક્તી બંગ્લો બહારથી દુર કરવામાં આવી હતી. આજે પણ તેઓ કુક સહિતના 6 પર્સલન સ્ટાફ અને યુનિ.ના બંગ્લોનો ઉપયોગ કરી રહ્યા છે. આ વચ્ચે સોશિયલ મીડિયામાં પૂર્વ વીસીની ટીખળ કરતો એક વીડિયો ભારે વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક કેરેક્ટર પર વીસીનો ફોટો લગાડવામાં આવ્યો છે. અને પાછળથી જાણીતા લોકકલાકાર ગાઇ રહ્યા છે કે, રસીયો રૂપાળો, રંગરેલીયો....ઘરે જાવું ગમતું નથી. આ વીડિયોમાં પૂર્વ વીસીનો સત્તાવાર બંગ્લાનો મોહ દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો --- VADODARA : ભાજપના મહિલા કોર્પોરેટરે છુટ્ટા હાથે ટ્રેક્ટર હાંક્યું


