VADODARA : MSU ના પૂર્વ VC હજી પણ યુનિ.ના બંગલે ચીટકી રહ્યા
VADODARA : વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU - VADODARA) ના પૂર્વ વીસી વિજય કુમાર શ્રીવાસ્તન દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે. જે આપ્યા બાદ તેમણે નિયત સમયમર્યાદામાં યુનિ.નો સત્તાવાર વીસી બંગ્લો ખાલી કરી દેવાનો હતો. જે અંતે તેમને બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા અલ્ટી મેટમ પણ આપવામાં આવ્યું હતું. તેની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ વીસી યુનિ.ના બંગ્લે ચીટકી રહ્યા છે. (MSU EX VC VIJAY KUMAR SRIVASTAVA STILL USING OFFICIAL BUNGALOW - VADODARA) એટલું જ નહીં વીસીના બંગ્લાની બહારની નેમ પ્લેટ પણ હજીસુધી યુનિ.નું તંત્ર હટાવી શક્યું નથી.
બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા આ અંગે અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું
મહારાજા સયાજીરાવ યુનિ.ના પૂર્વ વીસી વિજય કુમાર શ્રીવાસ્તવ સરકારમાં અનેક સાથે ઘરોબો ધરાવે છે. શિક્ષણ વિભાગના તેઓ પ્રિતિ પાત્ર હોવાનું મનાઇ રહ્યું છે. ત્યારે તેઓની લાયકાત અંગેનો મામલે કોર્ટમાં સુનવણી ચાલી રહી હતી. દરમિયાન તેમણે રાજીનામું આપી દીધું હતું. જે બાદ તેમણે યુનિ.નો સત્તાવાર વીસી બંગ્લો ખાલી કર્યો ન્હતો. જેથી તાજેતરમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા આ અંગે અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. જે પૂર્ણ થયા બાદ પણ પૂર્વ વીસી હજી પણ બંગ્લે ચીટકી રહ્યા છે.
પૂર્વ વીસીને આપવામાં આવેલી તમામ સુવિધાઓ આજની સ્થિતીએ યથાવત
એટલું જ નહિં પરંતુ વીસી બંગ્લો આગળ લાગેલી તક્તી પણ સત્તાધીશો હટાવી શક્યા નથી. જેથી ઘર બહાર પૂર્વ વીસીના નામની તક્તી અને ઘરમાં વીસી બંનેએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. આ અંગે ઇન્ચાર્જ વીસીનું કહેવું છે કે, બોર્ડ ઓફ મેનેજમેન્ટના નિર્ણયની વીસીને જાણ કરી દેવામાં આવી હતી. પરંતુ તેમણએ બંગ્લો ખાલી કર્યો નથી. હવે આ બાબતે શું કાર્યવાહી કરવી તે આગામી એક - બે દિવસમાં નક્કી કરાશે. પૂર્વ વીસીને આપવામાં આવેલી તમામ સુવિધાઓ આજની સ્થિતીએ યથાવત હોવાની વાતને તેમણએ સમર્થન આપ્યું હતું.
આ પણ વાંચો --- VADODARA : ઋષિકેશ સ્થિત ગંગા નદીમાં પગ લપસ્ચા બાદથી જાણીતા બિલ્ડર લાપતા


