Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : MSU માં પરીક્ષામાં કાપલી સાથે પકડાનાર વિદ્યાર્થીના ફોટા પડશે

VADODARA : કાપલીબાજ વિદ્યાર્થીને જે તે પેપરમાંથી ઉઠાડી મુકવામાં આવે છે. બાદમાં તેમને અનફેરમીન્સ કમિટી સમક્ષ હાજર કરવામાં આવે છે.
vadodara   msu માં પરીક્ષામાં કાપલી સાથે પકડાનાર વિદ્યાર્થીના ફોટા પડશે
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU - VADODARA) માં પરીક્ષા દરમિયાન જો કોઇ વિદ્યાર્થી કાપલી સાથે પકડાશે, તો તેના ફોટો પાડવામાં આવશે. ચોરી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓ બાદમાં કમિટી સમક્ષ ફરી જતા છુટી જતા હતા. પરંતુ હવે ફોટો પાડવામાં આવનાર હોવાથી તેમનું બચવું મુશ્કેલ છે. હવે પછીની તમામ પરીક્ષાઓમાં આ વાતનું અનુકરણ કરવામાં આવનાર હોવાનું સુત્રોએ ઉમેર્યું છે.

પોતે કાપલી લઇને ના આવ્યા હોવાનું જણાવીને ફરી જતા

વડોદરાના વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિ.માં પરીક્ષા દરમિયાન કાપલી સાથે ચોરીની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. આ પ્રકારના કિસ્સાઓમાં વિદ્યાર્થીને જે તે પેપરમાંથી ઉઠાડી મુકવામાં આવે છે. બાદમાં તેમને અનફેરમીન્સ કમિટી સમક્ષ હાજર કરવામાં આવે છે. જ્યાં કમિટી વિદ્યાર્થીઓને સજા સંભળાવતી હોય છે. પરંતુ મોટા ભાગના કિસ્સાઓમાં વિદ્યાર્થીઓ કમિટી સમક્ષ પોતે કાપલી લઇને ના આવ્યા હોવાનું જણાવીને ફરી જતા હોય છે. જેથી વિદ્યાર્થીઓને કડક સજા કરવાની વાત ઘોંચમાં પડી જતી હોય છે. ત્યારે હવે આ પરિસ્થીતીનું નિર્માણ થતું અટકાવવા યુનિ. તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisement

છટકવું મુશ્કેલ બનશે

હાલમાં ચાલતી તથા આવનાર સમયમાં આવનાર એક્સટર્નલ પરીક્ષામાં જો કોઇ વિદ્યાર્થી કાપલી સાથે ચોરી કરતા પકડાશે, તો તેનો ફોટો પાડવામાં આવશે. બાદમાં અનફેરમીન્સ કમિટી સમક્ષ જ્યારે વિદ્યાર્થી હાજર થાય ત્યારે તેનું છટકવું મુશ્કેલ બનશે. એટલું જ નહીં કમિટી યોગ્ય સજા પણ આપી શકશે, તેવું સુત્રોનું કહેવું છે.

Advertisement

યુનિ.ના ક્લાસરૂમમાં સીસીટીવી હોતા નથી

આ મામલે યુનિ.માં એક વિદ્યાર્થી જુથનું કહેવું છે કે, કાપલીબાજો જોડે કોઇ મોટા આરોપીઓ જેવું વર્તન કરવું યોગ્ય નથી. યુનિ.ના ક્લાસરૂમમાં સીસીટીવી હોતા નથી. જો હોત તો ફોટા પાડવાની નોબત ના આવત. સાથે જ પરીક્ષા સમયે મોબાઇલમાં વ્યસ્ત રહેતા પ્રોફેસર સામે પણ કડક હાથે કાર્યવાહી કરવાનો સુર ઉઠવા પામ્યો છે.

આ પણ વાંચો -- VADODARA : વાસણા રોડ પરના ઓવરબ્રિજનો વિરોધ, લોકોએ કહ્યું, "જરૂર નથી"

Tags :
Advertisement

.

×