Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : સામુહિક તબલા વાદન સાથે ઉસ્તાદ ઝાકીર હુસૈનને શ્રદ્ધાંજલિ

VADODARA : હું ઝાકીર હુસૈન માટે બે શબ્દો જરૂર કહેવા માંગીશ, તેઓ તબલા માટે બન્યા હતા, અને તબલા તેમની માટે બન્યા હતા - ડીન
vadodara   સામુહિક તબલા વાદન સાથે ઉસ્તાદ ઝાકીર હુસૈનને શ્રદ્ધાંજલિ
Advertisement

VADODARA : તાજેતરમાં પ્રખ્યાત તબલાવાદક પદ્મશ્રી પદ્મભૂષણ અને પદ્મવિભૂષણથી સન્માનિત ઉસ્તાદ ઝાકીર હુસૈન
(Zakir Hussain) નું વિદેશમાં નિધન થયું છે. વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિ. (VADODARA - MSU) ની મ્યુઝિક કોલેજમાં સામુહિક તબલા વાદન કરીને તેમને સંગીતમય શ્રદ્ધાંજલિ (Tributes Pour In For Tabla Maestro Zakir Hussain) પાઠવવામાં આવી છે. આ પ્રસંગે તબલા સાથે વિદ્યાર્થીઓ તથા યુનિ.નો સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો.

Advertisement

તલબામય શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પોતાના જીવનને તબલા વાદનમાં સમર્પિત કરનાત પ્રખ્યાત તબલાવાદક ઉત્સાદ ઝાકીર હુસૈનનું અમેરિકાના સાનફ્રાન્સીસ્કોમાં નિધન થયું છે. તેમના નિધનના સમાચાર જાણીને કલાજગતમાં ભારે શોકની લાગણી વ્યાપી જવા પામી છે. ત્યારે વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિ.ના મ્યુઝિક કોલેજમાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો દ્વારા ભેગા મળીને ઝાકીર હુસૈનને સામુહિક રીતે તલબામય શ્રદ્ધાંજલિ (Tributes Pour In For Tabla Maestro Zakir Hussain) અર્પણ કરી છે.

Advertisement

અચાનક વિદાય એક મોટા ધક્કા સમાન છે

આ તકે મ્યુઝિક કોલેજની ડીનએ સંબોધન કરતા જણાવ્યું કે, રાત્રે મેસેજીંગ એક તપાસતા જાણ્યું કે, ઉસ્તાદ ઝાકીર હુસૈન સાહેબ નથી રહ્યા. આ વાંચ્યા બાદ બે મીનીટ તો હું કંઇ બોલી શક્યો ન્હતો, ના કંઇ હું સમજી શક્યો હતો. તેઓ બિમાર હોય તેવી કોઇ જ જાણકારી મારી પાસે ન્હતી. અચાનક વિદાય એક મોટા ધક્કા સમાન છે. હું ઝાકીર હુસૈન માટે બે શબ્દો જરૂર કહેવા માંગીશ, તેઓ તબલા માટે બન્યા હતા, અને તબલા તેમની માટે બન્યા હતા. જ્યાં સુધી મારી જાણકારી છે, ત્યાં સુધી વડોદરામાં મેં તેમની 10 વખત કોન્સર્ટ સાંભળી હતી.

એક પણ શ્રોતા કાર્યક્રમ છોડીને બહાર ગયો ન્હતો

એક પ્રસંગ યાદગાર પ્રસંગ ટાંકતા તેમણે કહ્યું કે, વર્ષ 1979 માં ગાંધીનગરમાં પંડિત બિરજુ મહારાજ આવ્યા હતા. અને તેમની કોન્સર્ટમાં ઝાકીર હુસૈન સ્વયં રેલવે સ્ટેશન પર પોતાનું બેગ ઉપાડીને તેઓ પહોંચ્યા હતા. આ વાહનો ગવા હું છું. અને ખાસ કહેવા માંગીશ કે, કોન્સર્ટ સાંજના 6 થી રાતના 12 - 30 સુધી ચાલ્યો હતો. ચાડા છ કલાક સુધી કોન્સર્ટ ચાલ્યો હતો. બંનેની જુગલબંધી એવી હતી કે, એક પણ શ્રોતા કાર્યક્રમ છોડીને બહાર ગયો ન્હતો.

રીયાઝ જ આપણો કર્મ છે

મ્યુઝિક કોલેજના પ્રોફેસરે કહ્યું કે, એક યુગનો અંત આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. ઝાકીર હુસૈનના વિષયમાં કંઇ પણ બોલવું તે સુર્યને દિવો બતાવવા જેવું છે. તેઓ હંમેશા કર્મના સિદ્ધાંતમાં માનતા હતા. તેઓ કહેતા કે, રીયાઝ જ આપણો કર્મ છે. ફળની આશા ના રાખો રીયાઝ કરો. તેમને તમામ ઘરાનાઓ પ્રત્યે આદરભાવ હતો. પ્રોફેસર સુધીરકુમાર સકસેના પ્રતિ તેમને ઘણો આદરભાવ હતો.

આ પણ વાંચો -- VADODARA : સરદાર બાગમાંથી ચંદનના ઝાડની ચોરી, તસ્કરોની રડારમાં કિંમતી લાકડું

Tags :
Advertisement

.

×