VADODARA : MSU માં વધારાના સિક્યોરીટી પોઇન્ટ મુકવા માગ
VADODARA : વડોદરા (VADODARA) ના વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિ. (MSU - VADODARA) માં અનિચ્છનીય ઘટનાઓ ટાળવા માટે વધારે સિક્યોરીટી પોઇન્ટ મુકવાની માંગ સિક્યોરીટી ઓફીસર દ્વારા કરવામાં આવી છે. યુનિ. કેમ્પસમાં અવાર-નવાર વિદ્યાર્થીઓની સુરક્ષા જોખમાય અથવા તો યુનિ. કેમ્પસનું વાતાવરણ ડહોળાય તેવી ઘટનાઓ આવતી રહે છે. હવે વધારાના સિક્યોરીટી પોઇન્ટ મુકવાનું કાર્ય ક્યારે પૂર્ણ થાય છે, અને તેને કાર્યરત કર્યા બાદ યુનિ.માં અનિચ્છનીય ઘટનાઓ બનવા પર રોક લાગે છે, કે નહીં તે આવનાર સમયમાં જ ખબર પડશે.
વધુ સિક્ટોરીટી ગાર્ડ મુકવાથી બધુ સારૂ જ રહેશે, તેવું માનવું ઉતાવળીયું
વડોદરાના મહારાજા સયાજીરાવ યુનિ. વિશ્વવિખ્યાત છે. યુનિ. પોતાના શૈક્ષણિક કાર્ય માટે આજે પણ પોતાની અલગ ઓળખ ધરાવે છે. તો બીજી તરફ યુનિ. કેમ્પસમાં વિદ્યાર્થીઓની સિક્યોટીરીનો છેદ ઉડાડતી ઘટનાઓના કારણે અન્ય રીતે ચર્ચામાં રહે છે. તેવામાં યુનિ.ની સિક્યોરીટી મજબુત કરવા માટે સિક્યોરીટી ઓફીસર દ્વારા 60 પોઇન્ટ ઉભા કરવાની માંગણી કરવામાં આવી છે. જે અનુસાર, 60 સિક્યોરીટી જવાનોની ભરતી કરવામાં આવનાર છે. જો કે, જે જગ્યાઓ પર હાલ સિક્યોરીટી જવાનો તૈનાત છે, ત્યાં અવાર-નવાર અનિચ્છનીય ઘટનાઓ સામે આવી છે. જે જોતા વધુ સિક્ટોરીટી ગાર્ડ મુકવાથી બધુ સારૂ જ રહેશે, તેવું માનવું ઉતાવળીયું કહેવાશે. યુનિ. કેમ્પસ તથા નજીકમાં 17 જગ્યાઓએ 60 જવાનોની તૈનાતીનો તખ્તો ઘડાઇ રહ્યો છે.
સિક્યોરીટી પોઇન્ટની માહિતી
પોઇન્ટનું લોકેશન - જવાનોની સંખ્યા
- સયાજીભવન - 3
- પેવેલિયન - 3
- પરિસર મેઇન ગેટ - 3
- સમરસ ગર્લ્સ હોસ્ટેલ - 3
- મેનેજમેન્ટ નવી બિલ્ડીંગ - 3
- ફોરેનલ ગર્લ્સ હોસ્ટેલ - 3
- અધ્યાપક કુટિર - 3
- ચીફ વોર્ડન ઓફીસ - 3
- હેડ ઓફીસ - 6
- પીજી યુનિય બિલ્ડીંગ - 3
- ઓલ્ડ વિક્રમ બાગ - 3
- પાદરા કોલેજ - 6
- ફોરેનર બોય્ઝ હોસ્ટેલ - 3
- જુના-નવા વિક્રમ બાગ - 3
- સાયન્સની પાછળ - 3
- ફાઇન આર્ટલની પાછળ - 3
- ફેકલ્ટી ઓફ આર્ટસ - 6
આ પણ વાંચો -- VADODARA : લાખોની કિંમતના કોપર રોલ સગેવગે થતા બચાવી લેવાયા


