VADODARA : MSU ની આર્ટસ ફેકલ્ટીની ઇન્ટર્નલ પરીક્ષામાં ગંભીર છબરડાં
VADODARA : વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિ.ની આર્ટસ ફેકલ્ટીની ઇન્ટર્નલ પરીક્ષાના પરીણામો સામે આવ્યા છે. જેમાં ગંભીર છબરડાં સામે આવ્યા છે. જે વિદ્યાર્થીઓ યુનિ.ની પરીક્ષામાં હાજર હતા તેમને પરિણામમાં ગેરહાજર બતાવવામાં આવ્યા છે. જેને પગલે વિદ્યાર્થીઓએ એટીકેટીની પરીક્ષા આપવી પડે તેવો વારો આવ્યો છે. યુનિ.ના સત્તાધીશો દ્વારા આ અંગે કોઇ યોગ્ય જવાબ આપવામાં આવ્યો નથી. પરંતુ આ ગંભીર પ્રકારના છબરડાં ફરી ના થાય તે વિદ્યાર્થીઓના હિતમાં હોવાનો ગણગણાટ યુનિ.માં થઇ રહ્યો છે. (MSU ARTS FACULTY INTERNAL EXAM, STUDENT APPEAR IN EXAM SHOWS FAIL IN RESULT - VADODARA)
ફરીથી એટીકેટીની પરીક્ષા આપવાનો વારો આવ્યો છે
તાજેતરમાં વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિ.ની આર્ટસ ફેકલ્ટીની ફર્સ્ટ યરની ઇન્ટર્નલ પરીક્ષાઓ લેવામાં આવી હતી. આ પરીક્ષાના પરિણામો તાજેતરમાં સામે આવ્યા છે. આ પરીક્ષા આપનાર કેટલાક વિદ્યાર્થીઓના પરીણામમાં તેઓ ગેરહાજર હોવાનું બતાવી રહ્યા છે. જેથી તેમણે હવે ફરીથી એટીકેટીની પરીક્ષા આપવાનો વારો આવ્યો છે. યુના.ના પોર્ટલ પર જાહેર કરવામાં આવેલા પરિણામોમાં આ પ્રકારના ગંભીર છબરડાં સામે આવ્યા છે. આવું એક વિષયમાં જ બન્યું હોવાનું વિદ્યાર્થીો સુત્રોએ ઉમેર્યું છે.
રજુઆતોને ખાસ ધ્યાને લેવામાં આવતી નથી
બીજી તરફ યુનિ.માં કોમન એક્ટ લાગુ થયા બાદ યુનિ.ની નેતાગીરી પર ક્રમશ પૂર્ણ વિરામ મુકાઇ ગયો છે. જેના કારણે વિદ્યાર્થીને સ્પર્શતી મહત્વની પણ રજુઆત કરવામાં આવે તો તેને ખાસ ધ્યાને લેવામાં આવતી નથી. જેના કારણે આખરે વિદ્યાર્થીઓએ જ ભોગવવાનો વારો આવે છે. યુનિ. માં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આ પ્રકારના ચેડાં ફરી વખત ના થાય તે માટે તંત્રએ વધુ કમર કસવી પડશે.
આ પણ વાંચો --- VADODARA : પૂર નિવારણના પગલાં ભરવામાં સિંચાઇ વિભાગની ગંભીર લાલિયાવાડી


