VADODARA : MSU ના VC અને રજીસ્ટ્રારની થ્રી લેયર સિક્યોરીટી ચર્ચામાં
VADODARA : વડોદરા (VADODARA) ની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU - VADODARA) માં વાઇસ ચાન્સેલર અને રજીસ્ટ્રારને આપવામાં આવેલી થ્રી લેયર સિક્યોરીટી હાલ ચર્ચામાં છે. યુનિ. માં વિદ્યાર્થીઓની સુરક્ષાના લીરેલીરા ઉડાડે તેવી ઘટનાઓ છાશવારે સામે આવતી રહે છે. ત્યારે તેનું નિરાકરણ લાવવા માટે પગલાં લેવાની જગ્યાએ યુનિ.ના વીસી અને રજીસ્ટ્રાર દ્વારા પોતાની જ સિક્યોરીટી વધારી હોવાનું સપાટી પર આવતા તંત્ર હાસ્યાસ્પદ સ્થિતીમાં મુકાયું છે.
એપોઇન્ટમેન્ટ લીધા બાદ જ તેમની મુલાકાત લઇ શકાય
વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિ.માં વિદ્યાર્થીઓની અપુરતી સુરક્ષા ખુલ્લી પાડતા કિસ્સાઓ સમયાંતરે સામે આવતા રહે છે. છતાં આ સમસ્યાનો નક્કર ઉકેલ લાવવાની જગ્યાએ યુનિ.ના સત્તાધીશોને વિદ્યાર્થીઓના હિત માટેની રજુઆત લઇને પહોંચતા નેતાઓનો ડર લાગી રહ્યો હોય તેવું સપાટી પર આવી રહ્યું છે. યુનિ. ના વીસી અને રજીસ્ટ્રાર માટે થ્રી લેયર સિક્યોરીટી તૈનાત કરવામાં આવી છે. એટલું જ નહીં પણ તેમની એપોઇન્ટમેન્ટ લીધા બાદ જ તેમની મુલાકાત લઇ શકાય તેવી કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેનો વિદ્યાર્થી નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
માત્ર સત્તાધીશોની જ સિક્યોરીટી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું
યુનિ.માં સિક્યોરીટી સ્ટાફની મહેકમ ઓછી છે, સાથે જ યુનિ. પરિસરમાં મુકવામાં આવેલા સીસીટીવી કેમેરા પૈકી કેટલાય બંધ હાલતમાં છે. આ પરિસ્થિતીમાં સુધારો કરવાની જગ્યાએ તેમના દ્વારા માત્ર સત્તાધીશોની જ સિક્યોરીટી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. આ અંગે યુનિ. પીઆરઓનું જણાવવું છે કે, ફેકલ્ટીમાં ડીન અને કો ઓર્ડિનેટર ફાળવવામાં આવ્યા છે. તેમની પાસેથી જો કોઇ સમસ્યાનું સમાધાન ના મળે તો મામલો વીસી-રજીસ્ટ્રાર સુધી પહોંચશે.
આ પણ વાંચો -- VADODARA : નદીની કોતરોમાંથી આવી આંટાફેરા મારતા તસ્કરો, મગરોથી બેખોફ


