VADODARA : રક્ષિતને ફાંસી અને મૃતકને રૂ. 1 કરોડના વળતરની માંગ
VADODARA : વડોદરામાં સર્જાયેલી હિટ એન્ડ રનની ઘટનાને પગલે દેશભરમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં આરોપી રક્ષિત ચૌરસિયાને ફાંસી આપવા અને મૃતક મહિલાને પરિવારને રૂ. 1 કરોડનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે મુંબઇથી ઇન્ફ્લૂએન્ઝર વડોદરા આવી પહોંચ્યા છે. અને પોલીસ કમિશનરને ઉપરોક્ત મુદ્દે રજુઆત કરી છે. આ ઘટનામાં 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાં મૃતકના પતિની હાલત ગંભીર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. (SOCIAL MEDIA INFLUENCERS ASK TO HANG RAKSHIT CHAURASIA, HIT AND RUN CASE ACCUSED - VADODARA)
નિર્દોષ લોકોને મારી નાંખવાની સજા ફાંસી હોય છે
મુંબઇના ઇન્ફ્લૂએન્ઝર ફૈઝાન અન્સારીએ મીડિયાને જણાવ્યું કે, વડોદરામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેની ગૂંજ દેશભરમાં ગૂંજી રહી છે. તે સંદર્ભે હું અહિંયા આવ્યો છું. એક નિર્દોષ મહિલાએ જીવ ગુમાવ્યો છે. તેમને ન્યાય મળે તે માટે હું અહિંયા આવ્યો છું. મારી નાનકડી વાત છે જે હું પુછવા માંગુ છું કે, જ્યારે અજમલ કસાબે મુંબઇ પર હુમલો કર્યો હતો, સેંકડો નિર્દોષ લોકોને તેણે મારી નાંખ્યા હતા. નિર્દોષ લોકોને મારી નાંખવાની સજા ફાંસી હોય છે. તેવી જ રીતે રક્ષિત ચૌરસિયાએ નિર્દોષનો જીવ લીધો છે. તો તેને ફાંસી કેમ નથી થતી. હું રક્ષિત ચૌરસિયાની ફાંસીની માંગ કરવા આવ્યો છું. અને રક્ષિત ચૌરસિયાના વારાણસીમાં રહેતા પિતાએ મૃતક મહિલાના પરિવારને ઓછામાં ઓછું રૂ. 1 કરોડનું વળતર આપવામાં આવે, જેથી તેમનો પરિવાર સુરક્ષિત થઇ શકે.
તે અનધર રાઉન્ડ, અને નિકિતા નામની બુમો પાડતો હતો
વધુમાં તેમણે જણાવ્યું કે, જે લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, તેમને પણ વળતર મળવું જોઇએ. તે અનધર રાઉન્ડ, અને નિકિતા નામની બુમો પાડતો હતો. તે ઘણી શર્મની વાત છે. રક્ષિતને આ જ શહેરમાં ફાંસીની સજા થવી જોઇએ. જેથી જે નબીરાઓ આ રીતે ગાડી ચલાવે છે. નશો કરે છે, તેમના વિરૂદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવે.
આ પણ વાંચો --- VADODARA : હિટ એન્ડ રનના આરોપીને SSG માં સારવાર અપાઇ


