Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : મિત્રને ઢોરમાર મારી હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન હાથ ધરાયું

VADODARA : પાર્થ ઢળી પડ્યા બાદ તેને એસએસજી હોસ્પિટલમાં જવાયો હતો. જ્યાં ફરજ પરના હાજર તબિબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
vadodara   મિત્રને ઢોરમાર મારી હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન હાથ ધરાયું
Advertisement

VADODARA : વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલી ટ્રાવેલર્સની ઓફિસમાં મિત્રને બોલાવીને તેને સંચાલક દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ ઘટનામાં એટલી બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો કે, મૃતકે સ્થળ પર જ દમ તોડ્યો હતો. ઘટનામાં પોતાનો બચાવ કરવા માટે આરોપી દ્વારા જાતેજ પોલીસને જાણ કરીને મિત્ર ઢળી પડતા હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હોવાની કેફિયત રજુ કરવામાં આવી હતી. જો કે, ગણતરીના સમયમાં પોલીસે કેસ ઉકેલી કાઢ્યો હતો. સાથે જ પાંચ પૈકી મુખ્ય આરોપી સહિત ત્રણને દબોચી લીધા હતા. આ ઘટનામાં આજે રીકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું છે. (CRIME SCENE RECONSTRUCTION - VADODARA) અને પોલીસે રજેરજની માહિતી એકત્ર કરી છે. (MURDER OVER UNPAID MONEY BY FRIENDS - VADODARA)

વિશ્વજિત વાઘેલા તેને શોધતો હતો

ટ્રાવેલ્સ સંચાલક વિશ્વજિત વાઘેલા (રહે. મોક્સી ગામ તા, સાવલી વડોદરા) દ્વારા તેના મિત્ર પાર્થ સુથારને પ્રતિદીન રૂ. 3 હજારના ભાડેથી કાર આપવામાં આવી હતી. આ કાર લઇ ગયા બાદ પાર્થ સુથારે તેને વેચી મારી હતી. સાથે જ કાર 18 દિવસ રાખ્યાના આશરે રૂ. 54 હજાર લેવાના બાકી નીકળતા હતા. આ વાતની જાણ થતા વિશ્વજિત વાઘેલા તેને શોધતો હતો. વિશ્વજીત જેમતેમ કરીને પોતાની કાર પરત લઇ આવ્યો હતો. દરમિયાન પાર્થ સુથારનો સંપર્ક થતા તેણે તેને બોલાવ્યો હતો. અને પોતાની ઓફિસમાં જ તેને અન્ય ચાર લોકો સાથે મળીને બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો હતો. જેને પગલે પાર્થ સુથાર સ્થળ પર જ ઢળી પડ્યો હતો.

Advertisement

હત્યાની આશંકા જતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી

જે બાદ વિશ્વજિત વાઘેલા તેને એસએસજી હોસ્પિટલમાં લઇ ગયો હતો. જ્યાં ફરજ પરના હાજર તબિબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પાર્થ સુથાર પોતાની ઓફિસમાં ઢળી પડ્યો હોવા અંગે વિશ્વજિતે પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસ એસએસજી હોસ્પિટલ પહોંચી હતી. આ ઘટનામાં હત્યા કરી હોવાની આશંકા જતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી. દરમિયાન ગણતરીના સમયમાં પાર્થ સુથારને ઢોરમાર મારી મોતને ઘાટ ઉતારનાર વિશ્વજિત વાઘેલા (રહે. મોક્સી ગામ તા, સાવલી વડોદરા), પ્રજ્ઞેશ ઉર્ફે ભયલુ બકુલભાઇ રાણા (રહે. છાણી ગામ દુમાડ રોડ, વડોદરા) અને રોનકકુમાર મહેન્દ્રભાઇ ચૌહાણ (રહે. છાણી ગામ, વડોદરા)ની ધરપકડ કરી છે.

Advertisement

સમગ્ર ઘટનાક્રમની વિગતવાર માહિતી મેળવી

આજે મુખ્યા આરોપીને સાથે રાખીને નિઝામપુરામાં આવેલી ટ્રાવેલર્સની ઓફિસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોલીસે સમગ્ર ઘટનાક્રમની વિગતવાર માહિતી મેળવી છે. તથા આરોપીને સાથે રાખીને તેની ઓફિસમાં તપાસ કરવામાં આવી છે. ટુંક સમયમાં અન્ય આરોપીઓને પણ પકડી પાડવામાં આવશે, તેવું સુત્રોએ જણાવ્યું છે.

આ પણ વાંચો --- VADODARA : પૈસાની લેતી-દેતીમાં ઢોરમાર મારતા યુવકનું મોત

Tags :
Advertisement

.

×