Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : કાયમી કરવાની માંગ સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કર્મીઓના ધરણાં

VADODARA : અમે પણ પાલિકાના જ કર્મચારી છે. અમને પણ 100 ટકા ગ્રાન્ટ પાલિકા જ આપે છે, તો અમારા પ્રત્યે ઉદાસીનતા કેમ..! - હડતાલ પર ઉતરેલા કર્મી
vadodara   કાયમી કરવાની માંગ સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કર્મીઓના ધરણાં
Advertisement

VADODARA : વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (VADODARA NAGAR PRATHMIK SHIKSHAN SAMITI) ના વર્ગ - 4 ના કર્મચારીઓ કાયમી કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. જેને પગલે કામકાજ ખોરવાયું છે. કોર્ટમાં કેસ જીતી ગયા બાદ પણ પાલિકા દ્વારા તેને લાગુ કરવામાં આનાકાની કરવામાં આવી રહી હોવાનો આરોપ મુકવામાં આવી રહ્યો છે. આ અંગે અગાઉ સક્ષમ અધિકારીને આવેદન પત્ર આપીને ઘટતું કરવા માંગ કરી હતી. પરંતુ કોઇ ઠોસ નિર્ણય ના આવતા આખરે આજે 500 જેટલા કર્મચારીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે.

Advertisement

પાલિકાએ સામાન્ય સભામાં તે ઠરાવને મુલતવી રાખ્યો

હડતાલ પર ઉતરેલા કર્મીએ જણાવ્યું કે, 03 - 03 - 1992 થી પ્રોબેશન પર કામ કરતા કર્મચારીઓને 30 વર્ષ થયા છે. 1977 થી અમે હંગામી કામ કરતા હતા. એટલે 47 વર્ષ થયા છે. તેઓ કાયમી નથી કરતા, અમે હાઇકોર્ટ, લેબર કોર્ટ ગયા છીએ, જીતી ગયા છે. શિક્ષણ સમિતિએ તેની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરી દીધો છે. પાલિકાએ સામાન્ય સભામાં તે ઠરાવને મુલતવી રાખ્યો છે. અમારા આવેદન પત્ર આપ્યા બાદ કમિટિ બેસાડવામાં આવી હતી. તેમાં નિર્ણય લેવાયો છે કે, હાઇકોર્ટમાં મેટર ચાલે છે, તો બંને તરફના વકીલ મળીને સમાધાનકારી રસ્તો કાઢીએ.

Advertisement

અમને પણ 100 ટકા ગ્રાન્ટ પાલિકા જ આપે છે

વધુમાં જણાવ્યું કે, અમે કહ્યું કે, આ બધી વસ્તુઓમાં સમય વધારે જાય છે. તમે પાલિકાવાળા તમારા કર્મચારીઓને 720 દિવસ થાય એટલે કાયમી કરો છે. સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેને તાજેતરમાં કહ્યું હતું કે, બીજા 1,200 જેટલા કર્મચારીઓને અમે કાયમી કરવા જઇ રહ્યા છે. તો અમે પણ પાલિકાના જ કર્મચારી છે. અમને પણ 100 ટકા ગ્રાન્ટ પાલિકા જ આપે છે, તો અમારા પ્રત્યે ઉદાસીનતા કેમ..! એટલે અમે અચોક્કસ મુદતની હડતાલનું આખરી શસ્ત્ર ઉગામ્યું છે.

પહેલી જ વખતમાં કોઇ સમાધાન પર પહોંચી શકાય તેમ ન્હતું

વડોદરા નગર પાલિકાની શિક્ષણ સમિતિના શાસનાધિકારીએ મીડિયાને જણાવ્યું કે, સમિતિ અને ડે. કમી. સાથે થયેલી ચર્ચા આગળ વધી રહી છે. અમે કાયદાકીય માર્ગદર્શન લઇને આગળ વધી રહ્યા છે. દોઢસો જેટલા કર્મચારીઓ ચાલુ છે. ચોથા વર્ગના કર્મચારીઓ હડતાલ પર જવાથી કામ પર તેની અસર પડશે. અમે તેમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તેમની સમસ્યના ઉકેલ માટે પહેલી વખત બેઠક મળી હતી. અને પહેલી જ વખતમાં કોઇ સમાધાન પર પહોંચી શકાય તેમ ન્હતું. હજી ઘણી કાર્યવાહી બાકી છે. જેથી સમય આપવો પડશે.

આ પણ વાંચો -- VADODARA : શહેરના 11 મસમોટા ભૂવાના પુરાણમાં રૂ. 1.22 કરોડ સમાયા

Tags :
Advertisement

.

×