Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : શિક્ષણ સમિતિની શાળાઓમાં રમત-ગમતના મેદાનની ઘટ ચિંતાનો વિષય

VADODARA : વ્યાયામ ટીચર્સ હોવા જોઇએ. વર્ષ 2010 બાદ કોઇ ભરતી થઇ નથી. ગત વર્ષે ખેલ સહાયકમાં માત્ર 8 ખેલસહાયક આપણને મળ્યા છે.
vadodara   શિક્ષણ સમિતિની શાળાઓમાં રમત ગમતના મેદાનની ઘટ ચિંતાનો વિષય
Advertisement

VADODARA : વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ (VADODARA NAGAR PRATHMIK SHIKSHAN SAMITI) માં રમત-ગમતના મેદાન અને વ્યાયામ (LACK IN FACILITIES OF GROUND AND PT TEACHER - VADODARA) શિક્ષકોની ભારે ઘટ છે. જેના કારણે બાળકોનો સર્વાંગી વિકાસ રૂંધાઇ રહ્યો હોવાનો મત શાળાઓના પ્રિન્સિપાલ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ અન્ય શહેરોની સરખામણીએ ઓછા લોકો દ્વારા વ્યાયામ શિક્ષક તરીકે વડોદરાની પસંદગી કરતા, ખાલી જગ્યાઓ ભરાઇ નથી રહી. ત્યારે હવે સમિતિના ચેરમેન અને પાલિકા મળીને આ સમસ્યાનો કોઇ રસ્તો કાઢવા માટે કટિબદ્ધ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

સર્વાંગી વિકાસ રૂંધાઇ રહ્યો હોવાનો મત પ્રિન્સિપાલ દ્વારા વ્યક્ત કરાયો

વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સિમિતિની શાળાઓનું બજેટ અંદાજીત રૂ. 250 કરોડ જેટલું હોવાનો અંદાજ છે. એક તરફ શિક્ષણ સમિતિની શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ આકાર લઇ રહ્યા છે. વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં એડમિશન લેવા માટે પડાપડી કરી રહ્યા છે. તો બીજી તરફ શાળાઓ પાસે રમત-ગમતના મેદાન અને વ્યાયામ શિક્ષકોની ભારે ઘટ છે. જેના કારણે બાળકોનો સર્વાંગી વિકાસ રૂંધાઇ રહ્યો હોવાનો મત પ્રિન્સિપાલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. હવે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું.

Advertisement

મેદાન ઉપલબ્ધ હોય ત્યાં અમે બાળકોને રમવા માટે લઇ જઇએ છીએ

વડોદરાની શિક્ષણ સમિતીના શાસનાધિકારીએ મીડિયાને જણાવ્યું કે, આપણી પાસે કુલ 16 જગ્યાએ મોટું ગ્રાઉન્ડ છે, કુલ 28 વ્યાયામ શિક્ષકો છે, તે પૈકી 20 રેગ્યુલર છે, અને 8 શિક્ષકો ખેલ સહાયક યોજના અનુસારના છે. સામાન્ય રીતે પ્રાઇમરી કક્ષાના બાળકો નાના મેદાનમાં રમતા હોય છે. ઘણી બધી રમતો વ્યક્તિગત રમતો છે. સીઆરસી કક્ષાએ જે શાળાઓનું મેદાન ઉપલબ્ધ હોય ત્યાં અમે બાળકોને રમવા માટે લઇ જઇએ છીએ. ત્યાં સ્પર્ધા કરીને કોર્પોરેશન લેવલ પર વિદ્યાર્થી આવે છે. રેગ્યુલર માટે તકલીફ છે જ. બાળકોની પ્રેક્ટીસ ન કરી શકીએ.

વર્ષ 2010 બાદ કોઇ ભરતી થઇ નથી

વધુમાં તેમણે જણાવ્યું કે, મુળ હવે માત્ર 16 શાળા પરિસરમાં મેદાન આવેલા છે. 119 શાળાઓમાં એક બિલ્ડીંગમાં બે-ત્રણ શાળાઓ બેસતી હોય છે. 32 શાળાઓ પાસે આ સુવિધા છે. બાકીની પાસે નથી. વર્ષોથી જે શાળા જ્યાં ચાલતી હોય ત્યાં પાલિકાનો પ્લોટ આપ્યો હોય ત્યાં મેદાન ઓછું હોય, વધારે રમી શકાય તેમ ના હોય. ચેરમેન અને પાલિકાના જોડે મળીને કોઇ નવો રસ્તો મળે તો વિચારાધીન છે ખરો. વ્યાયામ ટીચર્સ હોવા જોઇએ. વર્ષ 2010 બાદ કોઇ ભરતી થઇ નથી. ગત વર્ષે ખેલ સહાયકમાં માત્ર 8 ખેલસહાયક આપણને મળ્યા છે. આપણે ખાલી જગ્યાઓ ભરવા માટે માંગણી તો કરીએ છીએ. વડોદરાની પસંદગી માત્ર 8 લોકોએ જ કરી હતી. વડોદરાને ભવિષ્યમાં મળી પણ શકે, આશા રાખીએ.

આ પણ વાંચો -- VADODARA : 8 તાલુકામાં ચૂંટણી જાહેર કરી વહીવટદારોના શાસનનો અંત લાવવા માગ

Tags :
Advertisement

.

×